આપણા ભારતની સ્થિતિ કેવી છે ?

0

[ad_1]

ભારતમાં ટોંગા જેવી સ્થિતિ થવાની ચિંતા નથી, કેમ કે આપણા દેશમાં મુંબઈ, ચેન્નાઇ, કોચીન, તુતીકોરીન અને ત્રિવેન્દ્રમ
એમાં પાંચ શહેરોમાં કુલ ૧૪ કેબલ લેન્ડિંગ સ્ટેશન્સ છે
, જે ૧૫ ઇન્ટરનેશનલ સબમરીન કેબલ્સ સાથે કનેક્ટેડ છે. ભારતના મૂળ જમીન ભાગને
આંદામાન-નિકોબાર
, લક્ષદ્વીપ ટાપુઓ સાથે જોડતા
ડોમેસ્ટિક કેબલ્સ પણ છે.

પરંતુ ભારતની ચિંતા જુદી છે. ભારતમાં ઇન્ટરનેટ ડેટાની બેન્ડવિથ વર્ષ ૨૦૨૧થી
૨૦૨૮ દરમિયાન વાર્ષિક ૩૯ ટકાના દરે વધી રહી છે. પરિણામે અત્યારે ભારતમાં ઇન્ટરનેટ
ડેટા લાવતા કેબલ્સની કેપેસિટી આ દાયકામાં જ પૂરી થઈ જાય તેમ છે. સારી વાત એ છે કે
૨૦૨૫ સુધીમાં ભારતને કમ સે કમ છ નવા 
કેબલ્સ મારફત ડેટા મેળવવા લાગશે અને હજી બીજા  કેબલ્સ તથા લેન્ડિંગ સ્ટેશન્સ ઉમેરાશે.

સામાન્ય રીતે દૂર દૂરથી આવતા સબમરીન કેબલ્સ મહાસાગરના તળિયે તો લગભગ છૂટા
પાથરી દેવાયા હોય છે પરંતુ જમીન નજીક આવતાં
,
તેને દરિયામાં ઊંડે
દાટી દેવામાં આવે છે ને તે ત્યાંથી સીધા લેન્ડિંગ સ્ટેશન્સમાં પહોંચે છે. આ
કેબલ્સમાં વહેતો ડેટા વિવિધ કંપનીના ડેટા સેન્ટર્સમાં પહોંચે છે
, ત્યાંથી તે આપણી નજીકના સેલ ટાવરમાંથી અને ત્યાંથી આપણા કમ્પ્યૂટર કે વાયરલેસ
સિગ્નલ સ્વરૂપે આપણા મોબાઇલમાં પહોંચે છે.

આપણે પોતાના વોટ્સએપમાંથી અમેરિકામાં રહેતા કોઈ મિત્રને મેસેજ મોકલીએ ત્યારે
તેનો ડેટા આ જ રીતે વળતી મુસાફરી કરીને
, અંડરસી કેબલ મારફત સડસડાટ
અમેરિકા પહોંચે છે!

ટાટા કોમ્યુનિકેશન્સ, ભારતી એરટેલ, રિલાયન્સ જિઓ, બીએસએનએલ, વોડાફોન વગેરે કંપની વિવિધ કેબલ્સ/લેન્ડિંગ સ્ટેશન્સની માલિકી ધરાવે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ભારતની જાણીતી ટેલિકોમ કંપની ટાટા દુનિયાભરની સૌથી
મોટી સબમરીન કેબલ પ્રોવાઈડર કંપનીઓમાંની એક છે.

ટાટા કમ્પ્યુનિકેશન્સ કંપની અંદાજે પાંચ લાખ કિલોમીટર લાંબા ફાઈબર ઓપ્ટિક
કેબલનું સંચાલન કરે છે અને કંપની વિશ્વના સૌથી મોટા
, સંપૂર્ણ માલિકીના સબમરીન ફાઇબર કેબલ નેટવર્કની માલિક અને ઓપરેટર છે.  સમગ્ર પૃથ્વીની ફરતે રિંગની જેમ ગોઠવાયેલા એક
માત્ર સબમરીન કેબલની માલિકી પણ ટાટા જૂથની છે.

બીજી તરફ રિલાયન્સ જિઓ, એરટેલ વગેરે કંપની પણ મેટા
જેવી કંપનીઓના સાથમાં દુનિયાના સૌથી લાંબા બને તેવા ૩૭
,૦૦૦ કે ૪૪,૦૦૦ કિલોમીટર લાંબા કેબલ્સ
નાખવાના કામમાં ઘણી આગળ વધી ગઈ છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *