Weight loss medicine: સ્થૂળતાથી પીડાતા ભારતીયો માટે સારા સમાચાર છે. અમેરિકાની દવા ઉત્પાદક એલી લિલી એન્ડ કંપનીએ ગુરુવારે (20મી માર્ચ) ભારતમાં તેની વજન ઘટાડવાની દવા મૌંજરો (Mounjaro) લોન્ચ કરી છે. આ દવા પહેલાથી જ પશ્ચિમી દેશોમાં વ્યાપકપણે વેચાઈ રહી છે. નોંધનીય છે કે, સ્થૂળતા અને તેનાથી સંબંધિત ટાઇપ-2 ડાયાબિટીસ ભારતમાં એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. આ દવા અઠવાડિયામાં એકવાર ઇન્જેક્શન તરીકે આપવાની છે. 5 મિલિગ્રામ ડોઝની કિંમત 4375 રૂપિયા છે.