31 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, નવેમ્બર 23, 2024
31 C
Surat
શનિવાર, નવેમ્બર 23, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષweekly horoscope: કોને મળશે લાભ અને કોને થશે નુકસાન, જાણો સાપ્તાહિક રાશિફળ

weekly horoscope: કોને મળશે લાભ અને કોને થશે નુકસાન, જાણો સાપ્તાહિક રાશિફળ


આગામી સપ્તાહ તા. 23-11-24 થી 29-11-24 સુધી કેવુ રહેશે આપના માટે થશે લાભ કે થશે નુકસાન જાણી લો. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આગામી આખુ અઠવાડિયુ કેવુ રહેશે.

મેષ (અ.લ.ઈ.)

આપના હકારાત્મક વિચાર-વલણ આપનામાં નવી ઊર્જા ભરી આપતાં સ્વસ્થતા રહે. નાણાભીડ-વ્યાજ, કરજ અંગેની ચિંતા, ભારણ અંગે રાહતનો માર્ગ મળે, ઉઘરાણી અંગે સક્રિય રહેવું પડે, આપના મહત્ત્વના કામકાજો જેવા કે વાહન-સંપત્તિ- યા કૌટુંબિક સામાજિક નોકરી-વ્યવસાયિક કચેરી અંગે સફળતા આપનાર સંજોગ સર્જાય દાંપત્યજીવનમાં મન મુરાદ દૂર થાય, ગૃહજીવન-કુટુંબના પ્રશ્નો હલ કરી શકો ,સ્વાસ્થ્ય સુધરે, પ્રવાસ ફળદાયી.

વૃષભ (બ.વ.ઉ.)

મનની મૂંઝવણ અને વિસંવાદિતા હળવી બને, આશા ઉમંગનો પ્રસંગથી હર્ષ અનુભવાય, આવકવા સ્તોત્ર ઊભા કરવાના પ્રયત્નો વધારવા પડે, ખર્ચા પર કાબૂ રાખજો, અણી વખતે કોઈ મદદથી રાહત, કામગીરીઓને આગળ ધપાવી શકશો. જમીન-વાહન અંગેની કોઈ ચિંતાનો હલ મળે, નોકરી અંગે રાહત, ધંધામાં સફળતાના સંજોગો વધે, કૌટુંબિક બાબતોની ગૂંચવણો ઉકેલાય, સહકાર, ધૈર્ય, પ્રેમના ગુણ ઉપયોગી, આરોગ્ય જાળવજો, પ્રવાસમાં સાવધ રહેવું.

મિથુન (ક.છ.ઘ.)

આપના મનની મૂંઝવણમાંથી ધીમે ધીમે છુટકારો મળતો જણાય, આવક વધારવાની મહેનત રંગ લાવે, ખર્ચા, વ્યય, ધીરધારમાં સાચવવું, વિશ્વાસે વ્યવહાર કરવા નહીં, મકાન-સંપત્તિ- વાહન બાબત ગૂંચવણનો ઉકેલ મળે, નોકરીમાં આગળ વધાય તેવી સ્થિતિ સર્જાય, ધંધા-વેપારમાં વૃદ્ધિ જોવાય, ગૃહજીવનમાં સુખ સંવાદિતા માટે ક્ષમાશીલ બનજો, આરોગ્ય બગડે નહીં તે જોજો, પ્રવાસ અંગે સમય સાનુકૂળ.

કર્ક (ડ.હ.)

સંજોગો અને હાલત અંગે કોઈ વધુ પડતી ચિંતાને કારણ નથી. સૌ સારાવાના થશે, નાણાભીડ હોય કે લેણ-દેણના ચક્કર, પરિસ્થિતિને સુધરતી જોઈ શકશો, મિલકત, વાહન અંગે પણ સમય સાથ આપે અને કાર્ય આગળ ધપે નોકરીમાં રાહત. ધંધા-વેપારમાં કોઈ નવીન તક મળે, કૌટુંબિક બાબતોની ગૂંચ ઉકેલાય, સ્વજન મિત્ર ઉપયોગી બને, આરોગ્ય કાળજી માગે, પ્રવાસ મહત્ત્વનો બને.

સિંહ (મ.ટ.)

આપની અંગત મૂંઝવણો કે વ્યથા વેદનામાંથી મુક્તિ માટે યૌગિક-ધ્યાન માર્ગ સહાયક બને, આવક કરતાં જાવક વધવા ન દેશો, નહીંતર નાણાભીડ સર્જાશે, કોઈ ઉધાર-લોન અંગેની વ્યવસ્થા થતી લાગે, સંપત્તિ કે સરકારી, ખાનગી કચેરીના કામકાજમાં સફળતા માટે કોઈની મદદ મળે, નોકરિયાત વર્ગની ચિંતા હળવી બને, ધંધામાં કોઈ સારા સંજોગોની આશા રહે, ગૃહજીવનમાં વાદ-વિવાદ દલીલથી દૂર રહેવું, સગાં મિત્ર વર્ગથી સંબંધો સુધારી શકાય, આરોગ્ય ચિંતા રહે, પ્રવાસમાં વિલંબ.

કન્યા (પ.ઠ.ણ.)

માનસિક- ચિંતા-બેચેની અને તણાવનો અનુભવ થોડો સમય રહે, નાણાકીય પરિસ્થિતિને સુધારવાના પ્રયત્નો સફળ બને, વધારાની આવક માટે પણ તક સર્જાય, કાર્ય સફળતાની આશા રાખી શકો, અલબત થોડી ધીરજની જરૂર પડે, નોકરિયાત વર્ગને રાહત સંતોષ મળે, ધંધાકીય લાભ માટેનો સંજોગો સર્જાય, દાંપત્ય-કુટુંબજીવનની બાબતો માટે સમય અનુકૂળ છે. સંજોગો સુધરે, મનમેળ- હર્ષ આનંદ સર્જાય, આરોગ્ય સચવાઈ રહે, પ્રવાસનું ટેન્શન જણાય.

તુલા (ર.ત.)

કોઈને કોઈ કારણસર વૈચારિક અને અજંપાની લાગણી વધતી લાગે, નકારાત્મક વિચારનો ત્યાગ કરવો, આવક અને જાવકના બંને પલ્લાં સમતોલ રાખવાના પ્રયત્નો સફળ બને, ધીમે ધીમે સ્થિતિ સુધરતી લાગશે અને લાભનું આયોજન જણાય, અગત્યની કામગીરીઓનોે આગળ વધારવા માટે વધુ પ્રયત્નો-ધીરજ જોઈશે, અડચણોને પાર કરી પડે, નોકરીમાં હજુ ધાર્યું ન થાય, વેપાર-ધંધાના કામો ગૂંચવાતા જણાય, આપના ગૃહજીવનમાં સગાં-સ્વજન સ્નેહી સંતાન વર્ગ અંગે સમય સાનુકૂળ છે અને મહત્ત્વના સામાજિક પ્રસંગ થાય, આરોગ્ય નરમ બને, પ્રવાસમાં અંતરાય.

વૃશ્ચિક (ન.ય.)

કોઈને કોઈ સમસ્યાથી મન ઘેરાયેલું જણાતા અને સંઘર્ષના કારણે તણાવ જણાય, આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખજો, ખોટું નુકસાન-વ્યય થવાના ચાન્સ છે. ઉધારી લોનથી દૂર રહેવું હિતાવહ, મકાન-સંપત્તિના કામોમાં હજી જોઈએ તેવી તક દેખાશે નહીં, અન્ય કાર્યોમાં કોઈ સાનુકૂળતાના કારણે કામ થતું જણાય, દાંપત્યજીવનમાં અને સગાં સંબંધ અંગે કોઈ વ્યર્થ વિવાદ દલીલો ન સર્જાય તે જોજો, આરોગ્ય બગડતું લાગે, પ્રવાસમાં વિઘ્ન જણાશે.

ધન (ભ.ફ.ઢ.ધ.)

વહેમ-શંકા, ચિંતા ભય, દુઃખ વ્યર્થતાથી મુક્તિ માટે ધર્મનું શરણ લેવું પડે, આવક વૃદ્ધિ માટેના પ્રયત્નો ધીમે ધીમે ફળતા જણાય, ઉઘરાણી આવે, લોન-કરજ-વ્યાજની ચિંતાનો હલ મળે, મકાન-વાહનની કામગીરીમાં કોઈ સાનુકૂળ તક આવે, નોકરી-ધંધાના પ્રશ્નો હલ થાય, લાભની તક મળે, દાંપત્યજીવનની સંવાદિતા જાળવજો, પતિ-પત્નીનો સહકાર રહે, કુટુંબીજનોની મદદ મળે, આરોગ્ય જાળવજો, પ્રવાસ સુખદ.

મકર (ખ.જ.)

ચિંતાનો બોજ હળવો બને, અગમ્ય ભય દૂર થાય, આવક-જાવક વચ્ચે સમતોલન રાખવું. વધારાના ખર્ચા અટકાવજો, કામગીરીઓને આગળ વધારી શકશો, નોકરિયાતને સાનુકૂળતા વધે, ધંધા-વ્યવસાયમાં પ્રગતિકારક, ગૃહજીવનમાં પ્રસન્નતા સર્જાય, કુટુંબીજનથી સુખદ પ્રસંગ, આરોગ્ય સુખાકારી રહે, પ્રવાસમાં વિઘ્ન બાદ સફળતા.

કુંભ (ગ.શ.સ.)

સંજોગો કઠિન કે પ્રતિકૂળતાભર્યા જણાય, ધીરજ, હિંમત મનોબળની દૃઢતા રાહત અપાવશે, નાણાભીડનો ઉપાય કે હલ મેળવી શકશો, મિત્ર કે અગત્યની વ્યક્તિથી સહાય મળે, ઉઘરાણી કરવી જરૂરી, કાર્ય સફળતા માટેના પ્રયત્નો વધારવા પડે, વિલંબ-વિઘ્ન બાદ ફળ મળે, નોકરીમાં રાહત થાય, ધંધા-વેપારમાં પ્રગતિ થાય, કુટુંબ અંગેના પ્રશ્નો, પતિ-પત્ની વચ્ચેના મનમેળ, સંબંધો સુધરે, ભાઈબહેન અંગે સમય સુખદ, આરોગ્ય સાચવવું, પ્રવાસમાં સાનુકૂળતા.

મીન (દ.ચ.ઝ.થ.)

મનની મૂંઝવણોનો હલ મળે, ચિંતા- તણાવ હળવા બનતા લાગે, આર્થિક સંકટ નિવારી શકશો, ખર્ચા પર અંકુશ રાખવા પડે, ઉઘરાણી પર ધ્યાન આપવું, લાભની તક મળે, નોકરી-વ્યવસાય ક્ષેત્રે સંજોગો સાનુકૂળ સુધરતા લાગે, પ્રગતિકારક તક આવતી દેખાય, બહતર-આનંદ થઈ શકે , દાંપત્યજીવનમાં પરસ્પરનો સહકાર લાગણીભર્યા વર્તાવથી પ્રસન્નતા સર્જાય, કુટુંબીજનની મદદ મળે, દુઃખ નીવારી શકે, તબિયત સચવાઈ રહે, પ્રવાસમાં સફળતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય