23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, જાન્યુઆરી 16, 2025
23 C
Surat
ગુરુવાર, જાન્યુઆરી 16, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષweekly horoscope: કોને મળશે લાભ અને કોને થશે નુકસાન, જાણો સાપ્તાહિક રાશિફળ

weekly horoscope: કોને મળશે લાભ અને કોને થશે નુકસાન, જાણો સાપ્તાહિક રાશિફળ


આગામી સપ્તાહ તા. 04-01-25 થી 10-01-25 સુધી કેવુ રહેશે આપના માટે થશે લાભ કે થશે નુકસાન જાણી લો. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આગામી આખુ અઠવાડિયુ કેવુ રહેશે.

મેષ (અ.લ.ઈ.)

સ્વસ્થતા અને સમતોલન જાળવવું ઘણું અગત્યનું થઈ પડશે. સંયમ જાળવજો, નાણાકીય કઠિન સંજોગો આપે હવે ખોટા-ખર્ચા ઘટાડીને ગણતરી કરકસર કરવી પડે. ધાર્યા નાણાં ઊભા કરવામાં અડચણ રહે, નોકરિયાતને અકારણ વિવાદ કે ઉપરીથી તણાવ જણાય, ધંધા-વ્યવસાયમાં આપની પ્રગતિ ધીમી પણ મહત્ત્વની જણાય, કોઈ નવી રાહ ખૂલતી લાગે, કૌટુંબિક બાબતો ગૂંચવાય નહીં તે જોજો, દંપતી વચ્ચેના ક્ષુલ્લક મતભેદોને મોટું સ્વરૂપ આપવું નહગીં, સહયોગથી વર્તવું, તબિયત એકંદરે સામાન્ય રહે. પ્રવાસમાં સાચવવું.

વૃષભ (બ.વ.ઉ.)

સામાન્ય શાંતિ જણાય, આપની અંતરમાં કોઈ વ્યથાની પીડાનો અનુભવ ક્ષણિક રહે, આર્થિક બાબતોની ગૂંચવણો ઉકેલવા વધુ ધીરજ સમય જોઈશે. કોઈ ચમત્કારની આશા રાખી શકો, વ્યયનો પ્રસંગ આવતો જણાય, અગત્યની કામગીરીઓને આગળ ધપાવવા યોગ્ય સંજોગ-મદદ જણાશે, કોઈની સલાહ વિચારવા જેવી, નોકરીમાં યથાવત્ સ્થિતિ- ધંધા-વેપારમાં વ્યર્થ દોડધામ, ગૃહજીવનમાં અશાંતિ દૂર કરી શકો, પ્રેમ, સમજણ સહાનુભૂતિ મુખ્ય મદદરૂપ બને, સગાંથી ગેરસમજ જણાય, આરોગ્ય ચિંતા સર્જાય, પ્રવાસમાં મુશ્કેલી જણાય.

મિથુન (ક.છ.ઘ.)

અશાંતિના વાદળો વિખેરાતા જણાય, થોડી રાહત અનુભવાય, આર્થિક વ્યવહારોમાં સાચવવું, વિશ્વાસે ન રહેવું, ખર્ચ-વ્યય વધી ન જાય તે જોવું રહ્યું. અગત્યના કામકાજો અંગે સમય સુધરતો લાગે, નોકરી-ધંધા વાહન સંપત્તિ બાબત સમય મદદરૂપ બને, કૌટુંબિક-દાંપત્યજીવન-સગા સ્નેહી બાબત આ સમયમાં ગેરસમજો ટાળી સમાધાન રાખવું, આરોગ્ય જાળવવું, પ્રવાસ ફળદાયી.

કર્ક (ડ.હ.)

આપના મન પરનો બોજો હળવો બને, અકારણ ચિંતા દૂર થાય, આપની આવક વધારવાની તક ઊભી થાય, સામે દેણા ચુકવણા, વ્યાજ, હપતાની સમસ્યા જણાય, મકાન-વાહન અન્ય કાર્યો અંગે પ્રયત્નો વધારવા પડે, ધીરજ જોઈશે, નોકરી-ધંધાની ચિંતાનો હલ મળે, ગૃહજીવનમાં સુખદ પ્રસંગ, તબિયત સચવાય, પ્રવાસમાં વિલંબ.

સિંહ (મ.ટ.)

આપની વ્યગ્રતા અને મન પરથી મૂંઝવણ ધીમે ધીમે દૂર થાય, લાભની આશા દૂર ઠેલાય કોઈ ઉઘરાણી લેણું મેળવી શકો, ખર્ચા વધવા ન દેશો, મકાન-વાહન અન્ય કામકાજો માટે પ્રયત્નો સફળ બનતા જણાય, નોકરીમાં સંજોગો સુધરશે, ધંધા-વેપાર વધારવાના પ્રયત્નો ફળે, કૌટુંબિક પરિસ્થિતિ બગડે નહીં તે માટે અહ્મ છોડો લાગણી ઉપયોગી. આરોગ્ય નરમ-ગરમ, પ્રવાસ ફળે.

કન્યા (પ.ઠ.ણ.)

આનંદ ઉમંગનો અનુભવ થાય, અને માનસિક રાહત મળે, નાણાકીય પરિસ્થિતિ ધીમે ધીમે ઠીક કરી શકશો, ઉધાર-કરજની ચિંતાનો કોઈ હલ મળે, જમીન-જાગીર વાહન ઇત્યાદી કાર્યોને આગળ ધપાવી શકશો. નોેકરીમાં સાનુકૂળ તક, ધંધાકીય લાભ જણાય, કૌટુંબિક જીવનમાં સુખ સંવાદ રહે, સંતાન-કુટુંબીજન અંગે શુભ, તબિયત સાચવી શકશો, પ્રવાસમાં પ્રગતિકારક.

તુલા (ર.ત.)

મનોસ્થિતિ અસ્થિર- અસમતોલ ન બની જાય તે જોજો. સકારાત્મક રહેજો, આવક વૃદ્ધિની તક ઊભી થાય, કોઈ મદદ યા નવી રાહત માટે ચિંતા ઘટે, ઉઘરાણી- ચુકવણી- વ્યાજ વગેરેમાં સુધારો, કામગીરીઓને સફળ બનાવવા માટે કોઈની મદદ અનિવાર્ય જણાય, નોકરી અંગે સંજોગ સુધરે, પ્રગતિકારક, ધંધા-વ્યવસાયમાં કોઈ લાભની આશા ફળે, ગૃહજીવનમાં સુખ-સંવાદિતા માટે પ્રેમ લાગણી, સમજદારી- ક્ષમાશીલતા જરૂરી બને, સગાં-મિત્રથી સંવાદિતા, આરોગ્યની ચિંતા હળવી બને, પ્રવાસમાં વિઘ્ન બાદ સફળતા.

વૃશ્ચિક (ન.ય.)

અકારણ કોઈ ચિંતા અને ટેન્શન જણાય, નકારાત્મક વિચારોને દૂર રાખો, આર્થિક પરિસ્થિતિને સુધારવાની મહેનત લેખે લાગે અને ધીમે ધીમે સંપત્તિ-મકાન બાબતના કામકાજ હોય કે અન્ય કચેરીઓને લગતા કામ સફળતા માટે વધુ પ્રયત્નો જરૂરી સમય માગી લેશે. જીવન સાથી સાથે સંબંધ સુધરે, મિત્ર સ્વજન, સ્નેહીથી સમાધાન, આરોગ્ય સારું કરી શકો, પ્રવાસ મજાનો બને.

ધન (ભ.ફ.ઢ.ધ.)

મનોસ્થિતિને સમતોલ સ્થિર અને સકારાત્મક રાખીને આનંદ અનુભવશો, નાણાકીય ચિંતા- ટેન્શન ભારથી મુક્ત થશો. આપે યોગ્ય દિશાના પ્રયત્નો વધારવા પડે, અણધારી આવકનો યોગ દેખાતો નથી. કામગીરીઓ અથવા નોકરી-ધંધાની બાબતો યા સરકારી ખાનગી- કચેરીના પ્રશ્નો અંગે સમય સુધરે. સાથ આપે, દાંપત્યજીવનની આનંદની અનુભૂતિ માટે પ્રેમાળ રહેવું પડે, ગેરસમજો દૂર થાય, સગાં-મિત્ર સ્નેહીથી સહકાર રહે, આરોગ્ય અંગેની ચિંતા હળવી બને, પ્રવાસમાં સાનુકૂળતા.

મકર (ખ.જ.)

આપના મનનો બોજો વધતો લાગે, પ્રતિકૂળ સ્થિતિમાંથી માર્ગ શોધવો પડે, આર્થિક કામકાજો અંગે સમ. મુશ્કેલ જણાય, થોડી ઘણી રાહત મેળવી શકશો, કરકસર ત્રીજો ભાઈ સમજો, આપના હસ્તકના અગત્યના કામકાજો સફળ બનતા જણાય, નોકરી અંગે સાનુકૂળ તક, ધંધાકીય પ્રગતિનો માર્ગ મળે, કૌટુંબિક જીવનમાં સુખ-સંવાદિતા, સમાધાનથી આનંદ રહે, મિત્ર સ્નેહીથી સહકાર વધશે, આરોગ્ય સચવાતું જણાય, પ્રવાસ વિલંબથી સફળ.

કુંભ (ગ.શ.સ.)

આપના અંતઃકરણમાં ઘરબાયેલો વિષાદ ધીમે ધીમે શમી જશે, નાણાકીય બાબતો અંગે સાવધ રહેવું. ખોટા-સાહસ મૂડીરોકાણ કરવા નહીં, ધારી આવક મેળવવી દુષ્કર જણાય, મકાન-વાહન- અન્ય કાર્યોમાં આપને સફળતા મળતી જણાય, ધંધા-વ્યવસાયની મહેનત ફળશે, કૌટુંબિક બાબતો અંગે સમય સુધરે, મતભેદ દૂર થાય, સમાધાન થાય, આરોગ્ય સુધરે, પ્રવાસ સફળ રહે.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સમયમાં મન પરનો તણાવ હળવો બની શકશે, હકારાત્મક વિચારો કામ લાગે, નાણાકીય પરિસ્થિતિ બગડી હશે તો સુધારવાના પ્રયત્નો સફળ થાય, ખર્ચ પર અંકુશ રાખવા પડે, જમીન-મિલકત વાહન ઇત્યાદિ કામો, કચેરીની બાબતો, નોકરી-ધંધાની ચિંતા અંગે સમય ધીમે ધીમે મદદરૂપ બને દાંપત્યજીવનમાં સુખ શાંતિ માટે માફ કરવું, જતું કરવાની ભાવના ઉત્તમ, મિત્ર-પરિવાર અંગે શાંતિ, આરોગ્ય સાચવવું, પ્રવાસમાં જાગૃત રહેવું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય