ભાવનગરની શેત્રુંજી સિંચાઈ યોજનામાંથી પાણીની ચોરી કરતા 70 આસામીઓ ઝડપાયા છે,જેમાં સરકારનું ફોર્મ ભર્યા વગર સિંચાઈ યોજનામાંથી પાણી લેતા હોવાની વાત સામે આવી છે,70 આસામીઓને ફોર્મ ભરી પાણી લેવા માટે તાકીદ કરવામાં આવી છે,જેમાં 15 જાન્યુઆરીથી સિંચાઈ માટે પાણી આપવાની કરાઈ છે શરૂઆત.
શેત્રુંજી સિંચાઈ યોજનામાંથી કરતા પાણી ચોરી
શેત્રુંજી સિંચાઈ યોજનામાંથી પાણી ચોરતા 70 આસામીઓ ઝડપાયા છે,જેમાં શેત્રુંજી સિંચાઈ યોજના હેઠળ 12000 હેકટરમાં 1000 ખેડૂતોને સિંચાઈ માટે શરૂ કરવામાં આવ્યું છે પાણી,તો રવિ પાકના વાવેતર માટે આ પાણી શરૂ કરવામાં આવ્યું છે.શેત્રુંજીના જમણાકાંઠામાં દાઠા અને ડાબા કાંઠાના ભૂંભલી ગામ સુધી પાણી આપવામાં આવ્યું છે.
15 જાન્યુઆરીથી પાણી આપવાની કરાઈ છે શરૂઆત
શેત્રુંજી સિંચાઈ વિભાગ દ્વારા ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી હોવાથી રવિ – શિયાળુ પાક માટે ખેડુતોની માંગણીને લઈ તા. ૧૫ જાન્યુઆરીથી પ્રથમ પાણ આપવાનું શરૂ કરાયું હતું. જોકે આ સાથે નિયત ફોર્મ ભરવા પણ તાકીદ કરી હોવા છતાં ૧૨૦૦૦ હેકટર સામે ૧૦૦૦ હેકટરના ફોર્મ વિભાગને મળ્યા હોવાનું જણાયું છે. જોકે હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા તા. ૩૧-૧ સુધી હતી તે તા. ૨૮-૨ સુધી લંબાવવાનો નિર્ણય પણ કરાયો છે.