ઈશાન કિશનની 32 નંબરની જર્સી પહેરવાનું કારણ ચોંકાવનારું, જુઓ VIDEO

0

[ad_1]

  • ટીમ ઈન્ડિયાના ખાસ ખેલાડી રહ્યા છે ઈશાન કિશન
  • 23 નંબરની જર્સીને બદલે લીધી 32 નંબરની જર્સી
  • માતાના કહેવા પર પસંદ કરી લીધો 32 નંબર

ઈશાન કિશન ભારતીય ટીમની સાથે રાંચીમાં છે જ્યાં તે ન્યૂઝીલેન્ડની સામે ટી 20માં ભાગ લઈ શકે છે. તેઓએ ગયા વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશની સામે આખરી વનડેમાં 2 શતક બનાવ્યા અને પોતાની સ્થિતિ મજબૂત કરી હતી. તેઓએ 131 બોલમાં કુલ 210 રન બનાવ્યા હતા. ઈશાન કિશન 32 નંબરની જર્સી પહેરે છે. તેની પાછળનું કારણ પણ રસપ્રદ છે. તેઓએ તેનો ખુલાસો પોતે જ કર્યો છે.

BCCIએ શેર કર્યો વીડિયો

બીસીસીઆઈ દ્વારા ટ્વિટર પર અપલોડ કરાયેલા એક વીડિયોમાં ઈશાન કિશને કહ્યું હું 23 નંબરની જર્સી પહેરવા ઈચ્છતો હતો પણ કુલદીપ યાદવ પાસે પહેલાથી આ નંબર હતો. ત્યારે મને કંઈ સૂઝ્યું નહીં. મેં મારા મમ્મીને ફોન કર્યો અને પૂછ્યું કયો નંબર લઉં. તેઓએ કહ્યું 32 લઈ લો. મેં કંઈ પણ વિચાર્યા વિના 32 નંબરની જર્સી લઈ લીધી અને તેને પહેરવાનું શરૂ કર્યું.

14 વર્ષની ઉંમરે ભારત માટે રમવાનું નક્કી કર્યું

ઈશાને વીડિયોમાં કહ્યું કે હું જ્યારે 14 વર્ષનો હતો ત્યારથી જ પ્રોફેશનલ ક્રિકેટર બનવા ઈચ્છતો હતો. હું જ્યારે ઝારખંડ આવ્યો તો મેં વિચારી લીધું કે મારે ભારત માટે રમવું છે. હું અહીં આવીને ઘણો ખુશ છું. આ એક લાંબી સફર રહી છે.

જાણો ઈશાનનો સ્કોર

ઈશાન કિશને ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 24 ટી20 મેચ રમી છે. આ સમયે તેઓએ 27.5ની સરેરાશથી 629 રન બનાવ્યા છે. આઈપીએલમાં 75 મેચમાં તેઓએ 1870 રન બનાવ્યા છે. તો વનડે આંતરરાષ્ટ્રીય મેચની વાત કરીએ તો 13 વનડે મેચમાં તેઓએ 46ની એવરેજથી 507 રન બનાવ્યા છે.  

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *