રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2081 કારતક વદ ચૌદસને શનિવાર, વિછુંડો. દર્શ અમાસ. રંગ અવધૂત પુણ્યતિથિ.
મેષ રાશિ
આપની અંતઃકરણની મૂંઝવણો દૂર થતી જણાય, સફળતાની તક આવી મળે, સ્નેહીથી સંવાદિતા.
વૃષભ રાશિ
પ્રયત્નો વધારવાથી ધાર્યું થતું જણાય, સ્વજનથી ગેરસમજ ન સર્જાય તે જોજો, પ્રવાસ.
મિથુન રાશિ
તમારા અગત્યના પ્રશ્નોની ચિંતા દૂર થતી લાગે, સ્વજન મિત્ર ઉપયોગી બને, તબિયત સંભાળવી.
કર્ક રાશિ
ખર્ચ-ખરીદી પર કાબુ રાખજો, મનોરથો શક્તિ મુજબના રાખવાથી રાહત, સામાજિક કાર્ય અંગે સારું.
સિંહ રાશિ
સામા પવને ચાલીને પણ તમે પ્રગતિ નક્કી કંડારી શકશો, વિજય અને લાભ માટે ધીરજ જરૂરી.
કન્યા રાશિ
ઊંચા ખ્વાબ સેવવા કરતા હાથ વગા કાર્યમાં ધ્યાન આપી વધુ ફાયદો ઉઠાવી શકશો.
તુલા રાશિ
ધાર્યા કામકાજ અંગે વિલંબ વિઘ્ન જણાય, પ્રયત્નો એળે ન જાય તે માટે જોજો, મનોરથોનો અનુભવ.
વૃશ્ચિક રાશિ
સમયનો સદ્ઉપયોગ કરી લેજો, વ્યર્થ દોડધામમાં સમય ન વેડફશો. ગૃહજીવનની બાબતની ચિંતા હલ થાય.
ધન રાશિ
વ્યવસાયિક સમસ્યાઓને તમે કોઈની મદદથી સુલઝાવી શકશો, ઘરના કે સ્વજનના પ્રશ્નો મૂંઝવશે.
મકર રાશિ
આળસ કે મૂડ પ્રમાણે ચાલશો તો તક સરી પડતી જણાશે.દૃઢ મનોબળ અને પુરુષાર્થ થી લાભ. આરોગ્ય જળવાય.
કુંભ રાશિ
‘આરામ હરામ હે’ સૂત્રને અનુસરીને કાર્ય કરવાથી સફળતા અને લાભ આવતા જણાય, વિવાદ ટાળજો.
મીન રાશિ
મહત્ત્વની કામગીરી અંગે સમયનો સાથ મેળવી શકશો, ગૃહજીવનની સમસ્યા ઉકેલાતી જણાય.