23 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
23 C
Surat
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષDaily Horoscope: માગશર વદ અમાસને સોમવાર, બે રાશિની સમસ્યા હલ થાય

Daily Horoscope: માગશર વદ અમાસને સોમવાર, બે રાશિની સમસ્યા હલ થાય


રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2081 માગશર વદ અમાસને સોમવાર, દર્શ અમાસ. સોમવતી અમાસ.

મેષ રાશિ

આપના અંતઃકરણની બેચેની અને મૂંઝવણમાંથી બહાર આવી શકશો, પ્રયત્નો પાર પડતા જણાય.

વૃષભ રાશિ

આર્થિક અને કૌટુંબિક બાબત અંગેનું તાણ હળવું થાય, પરેશાની દૂર થતી લાગે, પ્રવાસ.

મિથુન રાશિ

આપ સુવ્યવસ્થિત બનીને તણાવ મુક્ત રહી શકશો, સ્નેહીથી મિલન-પ્રગતિકારક કાર્ય રચના.

કર્ક રાશિ

મનની દૃઢતા જરૂર ધ્યેય તરફ આગળ ધપાવશો, પ્રવાસ-મિલન મુલાકાતો ફળે, નાણાભીડ.

સિંહ રાશિ

આપના મનોરથોને સાકાર કરવામાં વિલંબ વર્તાય. કૌટુંબિક બાબત ગૂંચવાય, વિવાદથી બચજો.

કન્યા રાશિ

આપના મહત્ત્વના કામકાજો આડેના અંતરાયોને પાર કરી શકશો, સગાં-સ્વજનોથી મનદુઃખ.

તુલા રાશિ

પ્રતિકૂળતા અને પરેશાનીઓનો ધીમે ધીમે અંત આવતો જોઈ શકશો, કાર્ય ફળ મેળવી શકશો.

વૃશ્ચિક રાશિ

અણધાર્યા ખર્ચ-ખરીદીના પ્રસંગે સામે તૈયાર રહેવું પડે, લાગણી દુભાય નહીં તે માટે સમાધાનકારી રહેજો.

ધન રાશિ

વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિનો માર્ગ મોકળો થતો જણાશે, હાથ આવેલી તક ગૂમાવવી ન પડે તે જોજો.

મકર રાશિ

ઘરના અને વ્યવસાયના ક્ષેત્રે સંજોગો સાનુકૂળ બનતો જોવાશે, સંતાન યા સ્વજનની તબિયતથી તણાવ.

કુંભ રાશિ

ઉતાવળા સાહસ ન કરવા સલાહ છે, વિશ્વાસે ચાલવું નહીં, પ્રવાસમાં વિલંબ થાય, કુટુંબીજનોથી મદદની આશા ઠગારી નીવડે.

મીન રાશિ

આર્થિક વ્યવહારોને સુવ્યવસ્થિત કરી લેજો, આપના પ્રયત્નો સફળ થતાં જણાય, મતભેદોનો પ્રસંગ.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય