27 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ઓક્ટોબર 16, 2024
27 C
Surat
બુધવાર, ઓક્ટોબર 16, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષDaily Horoscope: ભાદરવા વદ બારસને રવિવાર, રેંટિયા બારસ પર જાણીલો રાશિફળ

Daily Horoscope: ભાદરવા વદ બારસને રવિવાર, રેંટિયા બારસ પર જાણીલો રાશિફળ


રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2080, ભાદરવા વદ બારસ. રવિવાર, રેંટિયા બારસ. બારસનું શ્રાદ્ધ.

મેષ રાશિ

વધુ પડતા સ્વમાન અને લાગણીનો વિચાર કરશો તો શાંતિ દૂર ઠેલાય, ખર્ચ વધે, અગત્યનું કામ થાય.

વૃષભ રાશિ

વિવાદ અને સમસ્યાને નિવારવા વડીલ અને ઇશ્વરની સહાય જરૂર બને, તબિયતની કાળજી લેજો.

મિથુન રાશિ

પ્રવાસનું આયોજન કરી શકશો, મનના ઓરતાને સાકાર કરવાની દિશા મળે, કુટુંબનું કામ થાય.

કર્ક રાશિ

આપના હાથ ધરેલાં કામકાજો આપ સફળ બનાવી શકશો. ગૃહવિવાદ ટાળજો, ખર્ચ વધે.

સિંહ રાશિ

માનસિક સંયમ ઉપયોગી બને, કૌટુંબિક પ્રશ્ન ગૂંચવાયો હશે તો ઉકેલ મળે, પ્રવાસની તક.

કન્યા રાશિ

સંજોગો સામે સમતોલન કેળવીને ચાલવાથી સુખ, શાંતિ અને લાભ મેળવી શકશો, તબિયત જળવાય રહે.

તુલા રાશિ

અંતઃકરણની અશાંતિમાંથી મુક્તિ મેળવીને કોઈ સારું કામ થતું લાગે, મિલન-મુલાકાત, ખર્ચ રહે.

વૃશ્ચિક રાશિ

માનસિક આવેશ પર કાબુ અને સમતોલન રાખીને થતી રાહત-શાંતિ અનુભવી શકશો, નાણાભીડ, પ્રવાસ.

ધન રાશિ

આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા ઘડી ધીરજ અને રાહ જોવી પડે, ગૃહવિવાદ ટાળજો.

મકર રાશિ

સામાજિક બાબતો અંગે સાનુકૂળ તક- રાહત મળે, શાંતિનો શ્વાસ લેવા માટે ધીરજ જરૂરી.

કુંભ રાશિ

આપના મનની મુરાદ ફળદાયી બનાવવા આપને વ્યવસ્થિત રહી કાર્ય કરવા સલાહ છે. સ્નેહીનો સહકાર.

મીન રાશિ

લક્ષ તરફ આગળ વધવા પ્રચંડ પુરુષાર્થને શક્તિ કામે લગાડવી પડે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય