વિક્રમ સંવત ૨૦૮૦. ભાદરવા વદ દસમ. શુક્રવાર, એકાદશીનું શ્રાદ્ધ. ચંદ્ર શુક્રનો કેન્દ્રયોગ.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
મેષ
નાણાકીય સમસ્યાના અનુભવ, લેવડદેવડમાં સાવધ રહેવું, અન્ય રીતે સાનુકૂળતા અને પ્રગતિકારક.
વૃષભ
તબિયતની ચિંતા દૂર થાય, ખર્ચ-વ્યયનો પ્રસંગ, અગત્યના કામમાં પ્રગતિ.
મિથુન
આપના કાર્યોને સફળ બનાવવા વધુ પ્રયત્નો અને ધીરજને જરૂરી માનજો, વ્યય અટકાવજો.
કર્ક
ધીમે ધીમે પરિસ્થિતિ સુલજાય અને સાનુકૂળ બનતી લાગે, સામાજિક કાર્યથી આનંદ.
સિંહ
વિલંબ વિઘ્ન બાદ સફળતાની તક આશા જણાય, તબિયત સાચવી શકશો, મિલન-મુલાકાત.
કન્યા
સામાજિક આર્થિક કે કોઈ અન્ય પ્રશ્નો હશે તો તેનો ઉકેલ મળવાનો માર્ગ ખૂલે.
તુલા
આપની માનસિક સ્વસ્થતા પ્રાપ્ત કરી શકશો, મિલન-મુલાકાતનો પ્રસંગ, અંતરાયને પાર કરી શકશો.
વૃશ્ચિક
વ્યવસાયિક પ્રશ્નોને હલ કરવાની તક સર્જાય, લાભદાયી કાર્ય રચના, ગૃહવિવાદ ટાળજો.
ધન
સંયમ અને સમજદારીપૂર્વક રહેવાથી સફળતા અને પ્રસન્નતા સર્જાય, પ્રવાસમાં વિલંબ જણાય.
મકર
આર્થિક સમસ્યાને હલ કરવાની તક મળે. ચિંતા હળવી બને, કૌટુંબિક કાર્ય અંગે સાનુકૂળતા.
કુંભ
ધીમે ધીમે મુશ્કેલી કે મૂંઝવણ હશે તો દૂર થતી જણાય, સ્વજનનો સહકાર મેળવજો, ખર્ચનો પ્રસંગ.
મીન
આપના મનની મુરાદ મનમાં રહી ન જાય તે માટે વધુ પ્રયત્નો અને આયોજન જરૂરી માનજો.