રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2081 પોષ સુદ દશમ. ગુરુવાર, શાંબ દશમી. સૂર્ય પૂજાનો મહિમા.
મેષ રાશિ
સામાજિક તેમજ વ્યવસાયિક પ્રવૃત્તિઓ વધતી જણાશે, સ્નેહીથી મિલન મુસાકાતથી પ્રસન્નતા.
વૃષભ રાશિ
સામા પવને ચાલતા હો તેવા સંજોગોમાંથી બહાર આવી શકશો, સંયમ અને સમજદારી કેવળજો.
મિથુન રાશિ
આપની નાણાકીય પરિસ્થિતિને વણસતી અટકાવવા તરફ ઘ્યાન દેજો, કુટુંબ ક્લેશ નિવારી શકશો.
કર્ક રાશિ
નસીબ અજમાવવા ખોટા પગલાં નુકસાન કરાવી શકે, સાહસ અને ઉતાવળ પર કાબુ રાખજો.
સિંહ રાશિ
આપની મનોવૈજ્ઞાનિક સમસ્યાનો ઉકેલ મળે, સંપત્તિ કે ગૃહજીવનની કામગીરી અંગે યોગ્ય સહાય મેળવી શકશો.
કન્યા રાશિ
અંગત મૂંઝવણનો ઉપાય મળે, અગત્યના કામકાજો અંગે જણાતા અવરોધો પાર કરી શકશો.
તુલા રાશિ
સંજોગો સુધરે તેની રાહ જોવા કરતાં સંજોગો સુધારવા તરફ ધ્યાન આપી કાર્ય સફળ કરી શકશો.
વૃશ્ચિક રાશિ
મહત્ત્વની કામગીરી કે પ્રવૃત્તિ અંગે સાનુકૂળ તક સર્જાય, આકસ્મિક બીનાથી તણાવનો અનુભવ.
ધન રાશિ
નાણાકીય મુશ્કેલ અને સમસ્યાનો હલ મળતો જણાય, ગૃહજીવનના કાર્ય અંગે સમાધાનવૃત્તિ જરૂરી બને.
મકર રાશિ
ચિંતા અને અશાંતિના વાદળો વિખેરાતા જણાય, સ્વસ્થતા અને સમતોલન અનુભવાય.
કુંભ રાશિ
આપના હાથ ધરેલા કાર્યોને આગળ ધપાવી શકશો, ફળ વિલંબમાં પડેલું જોવાય.
મીન રાશિ
મનગમતી પ્રવૃત્તિઓનો આનંદ અનુભવી શકશો, મિત્રની મદદ ઉપયોગી લાગે, ખર્ચ વધે.