24.1 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 7, 2024
24.1 C
Surat
ગુરુવાર, નવેમ્બર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષDaily Horoscope આસો સુદ ચોથને સોમવાર, બે રાશિએ ખર્ચ પર કાબુ રાખવો

Daily Horoscope આસો સુદ ચોથને સોમવાર, બે રાશિએ ખર્ચ પર કાબુ રાખવો


રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2080 આસો સુદ ચોથને સોમવાર, વિંછુડો. ઉપાંગ લલિતા પંચમી વ્રત.

મેષ રાશિ

આપના પ્રવાસ-પર્યટન અંગે કોઈ સાનુકૂળ તક સર્જાય, લાભની આશા ઠગારી નીવડે, ચિંતા રહે.

વૃષભ રાશિ

લાગણી-સ્વમાન દુભાવવાનો પ્રસંગ-આપના ખર્ચ પર કાબુ રાખજો, સામાજિક કાર્ય થાય.

મિથુન રાશિ

ધીરજની કસોટી થતી જણાય, સ્નેહી મિત્રનો સહકાર સાંપડે, આરોગ્ય નરમ બનતું જણાય.

કર્ક રાશિ

આપના અગત્ના કામકાજનો ભાર વધતો જણાય, વિઘ્નને પાર કરી શકશો, ગૃહવિવાદ ટાળજો.

સિંહ રાશિ

આપની મનની મુરાદ મનમાં રહેતી જણાય, નાણાભીડ વધતી લાગે, પ્રવાસ મજાનો રહે.

કન્યા રાશિ

આવક સામે જાવક વધતી જોવા મળે, માનસિક ચિંતા હળવી બને, સ્વજનનો સહકાર મળે.

તુલા રાશિ

આપની સૂઝ સમજથી પ્રવૃત્તિઓને વેગ આપી શકશો, લક્ષ ચૂકી ન જવાય તે જોજો.

વૃશ્ચિક રાશિ

આપના ધાર્યા કામકાજો આડે જણાતા અવરોધોને પાર કરવી શક્તિ પ્રાપ્ત થતી જણાય.

ધન રાશિ

ખોટા પગલાં કે ખોટી ભૂલચૂક ન થઈ જાય તે જોજો, આર્થિક સમસ્યાનો ઉકેલ મળે.

મકર રાશિ

ચિંતાઓના પહાડ રચવાનું છોડી હકારાત્મક પ્રવૃત્તિઓ તરફ વધવાથી સુખ અનુભવી શકશો.

કુંભ રાશિ

લોભ લાલચમાં પડયા વિના કર્મ પર ભરોસો આપને ફળદાયી લાગશે.

મીન રાશિ

આપની અપેક્ષાઓને મહત્ત્વ આપવા કરતાં જે મળે છે તે સ્વીકારવું ઈષ્ટ ગણાશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય