વિક્રમ સંવત 2080 આસો સુદ એકમ. ગુરુવાર, આસો નવરાત્રિ શરૂ. યહૂદી નવું વર્ષ
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
મેષ રાશિ
આપના માનસિક દબાણના કારણે બેચેનીનો અનુભવ જણાય, નાણાકીય મૂંઝવણ જણાય. સ્નેહીથી મિલન.
વૃષભ રાશિ
ધીરજની કસોટી થતી લાગશે. પ્રયત્નો વધુ કરવાથી પ્રગતિનો માર્ગ ખૂલશે, સંબંધી ઉપયોગી બને.
મિથુન રાશિ
મનની મુરાદોને સાકાર કરવા આપને અન્યની સહાય લેવી પડે, ગૃહજીવનના કાર્ય અંગે સાનુકૂળતા.
કર્ક રાશિ
લગ્નની આશા પૂર્ણ થતી જણાય, ઉઘરાણી પર ધ્યાન આપજો.
સિંહ રાશિ
શેર-સટ્ટા, જુગારી વૃત્તિથી સંભાળવું, ખોટા ખર્ચાઓ વધવા ન દેશો.
કન્યા રાશિ
વ્યવસાયિક બાબતો અંગે ઠીકઠીક,નાણાભીડનો અનુભવ, વિવાદ ટાળજો.
તુલા રાશિ
આપની મનની મૂંઝવણ; દૂર થતી જણાય, આશાસ્પદ સંજોગો, મુલાકાત ફળે.
વૃશ્ચિક રાશિ
ધીમે ધીમે પ્રગતિનો અહેસાસ, મહેનતનું ફળ મળે.
ધન રાશિ
ચિંતા-અશાંતિના વાદળ વિખેરાય, પરિસ્થિતિ સુધરતી જણાય, તબિયત સાચવજો.
મકર રાશિ
સમસ્યા હશે તો દૂર થાય, આર્થિક પ્રશ્ન હલ થાય, પ્રવાસ ફળે.
કુંભ રાશિ
આપના પ્રયત્નો સફળ બનતા જણાય, લાઙની તક, કૌટુંબિક બાબતથી આનંદ.
મીન રાશિ
મુશ્કેલીને પાર કરી શકશો, ખર્ચ વ્યયનો પ્રસંગ, સામાજિક કાર્ય થઈ શકે.