28 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ઓક્ટોબર 7, 2024
28 C
Surat
સોમવાર, ઓક્ટોબર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદુનિયાWashington: અમેરિકા ખોટું ના લગાડે,ભારતને પણ જવાબ આપવાનો અધિકાર છે :એસ.જયશંકર

Washington: અમેરિકા ખોટું ના લગાડે,ભારતને પણ જવાબ આપવાનો અધિકાર છે :એસ.જયશંકર


ભારતની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ કરતા રહેતા અમેરિકાને ભારતના વિદેશપ્રધાન એસ.જયશંકરે જવાબ આપ્યો છે. તેમણે અમેરિકાવાસીઓને કહ્યું કે ભારત જ્યારે પોતાની આંતરિક બાબતો પર થયેલી ટિપ્પણીઓ સંબંધે પ્રતિક્રિયા આપતાં જવાબ આપે તો તેમને ખોટું ના લાગવું જોઈએ.

અમેરિકી થિંક ટેન્ક કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ’માં પૂછાયેલા એક પ્રશ્નનો જવાબ આપતાં જયશંકરે કહ્યું કે બે દેશો અને બે સરકારોના સ્તરે વિચારવામાં આવે તો બંને લોકશાહી પરસ્પર એકબીજાનું સન્માન કરે તે જરૂરી છે. જયશંકરે કહ્યું કે એવું ના હોઈ શકે કે એક દેશને બીજી લોકશાહી પર ટિપ્પણી કરવાનો અધિકાર હોય,પરંતુ જો બીજા દેશ એવું કરે તો વિદેશી હસ્તક્ષેપ બની જાય. એક પ્રશ્નના જવાબમાં ભારતના વિદેશપ્રધાને કહ્યું કે,’વિદેશી હસ્તક્ષેપને વિદેશી હસ્તક્ષેપ જ કહી શકાય, પછી ભલે તે કોઈપણ કરે અને ગમે ત્યાં કરે. તેની વ્યાખ્યા ખૂબ મુશ્કેલ છે. પરંતુ તે વિશેના મારા વ્યક્તિગત વિચારો અનેકવાર શેર કરી ચૂક્યો છું. તમને ટિપ્પણી કરવાનો પૂરો અધિકાર છે, પરંતુ તમારી ટિપ્પણી પર ટિપ્પણી કરવાનો મને પણ અધિકાર છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય