મતદારોએ ૩૧ માર્ચ સુધી ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરાવવા પડશે

0

[ad_1]

આજથી જ ચૂંટણીતંત્ર દ્વારા ઝુંબેશ શરૃ કરી દેવામાં આવી

Updated: Jan 21st, 2023

વડોદરા, તા.21 વડોદરા શહેર જિલ્લાના તમામ મતદારોને ચૂંટણી પંચ તરફથી મળેલ સૂચના અનુસાર તા.૩૧ માર્ચ સુધીમાં તમામ મતદારોના આધારકાર્ડ ચૂંટણીકાર્ડ સાથે લીંક કરવાના થાય છે.

    જેથી બુથ લેવલ ઓફિસરને ફોર્મ ૬ (ખ)ના કોરા ફોર્મ આપવામાં આવ્યા છે. જેઓ   બી.એલ.ઓ.ને તેમના વિસ્તારના મતદારોના આધારકાર્ડ મેળવીને ચૂંટણીકાર્ડ સાથે લીંક કરવાની કામગીરી સોંપવામાં આવી છે. મતદારોએ પોતાના આધાર કાર્ડની વિગતો  માંગવામાં આવે ત્યારે વિગતો પૂરી પાડીને આ રાષ્ટ્રીય કામગીરીમાં સહકાર આપવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કેટલાંક સંગઠનો દ્વારા આ કામગીરી માટે કેમ્પ પણ રાખવામાં આવ્યા છે જેનો મતદારો પણ મોટાપાયે લાભ લઇ શકે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *