Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનના વર્ષ 2025-26ના ડ્રાફ્ટ બજેટ અને વર્ષ 2024-25ના ડિવાઇઝ બજેટ અંગે પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીની વિવિધ વિભાગના વડાઓ સાથે દૈનિક બેઠક ચાલી રહી છે. જેમાં અત્યાર સુધી અંદાજે 40 વિભાગના વડાઓ સાથે બેઠક પૂર્ણ થઈ છે. જોકે નિયત કરેલ સમય કરતાં વધુ બેઠકનો દોર ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પાલિકાના આગામી બજેટ અંતર્ગત વિવિધ વિભાગોના વડાઓની એકાઉન્ટ વિભાગ સાથે તા.22થી 25 નવેમ્બર દરમિયાન બેઠકનો દૌર ચાલ્યો હતો.