Vitamin K Benefits: જ્યારે સ્વાસ્થ્ય માટે જરૂરી વિટામિન્સની વાત આવે છે, ત્યારે સામાન્ય રીતે વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન ઇ વિશે વાત કરવામાં આવે છે. જો કે આ સિવાય પણ બીજું એક વિટામિન છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે પરંતુ તેના વિશે ઓછી વાત કરવામાં આવે છે.
વિટામિન K એ વિટામિન A, D અને E ની જેમ જ ફેટમાં ભળી જાય છે. લોહી ગંઠાઈ જવા માટે વિટામીન K જવાબદાર છે. તેથી ICU માં કે હોસ્પિટલના વોર્ડમાં, જે દર્દીઓને રક્તસ્ત્રાવ થઈ રહ્યો હોય, તેમને રક્તસ્ત્રાવ રોકવા અથવા ઘટાડવા માટે વિટામિન K ના ઇન્જેક્શન આપવામાં આવે છે.