ઝાડ કાપી નાંખી ડેમની જમીનમાં કબજો કરી નદીનાં વહેણને વાળી લીધાનો આક્ષેપ
ગ્રામજનો સાથે મારામારી કરી ખોટા કેસ કરે, જેસીબીથી ગેરકાયદે ખોદકામ કરવા સહિતના અનેક કરતૂતોથી કંટાળી મામલતદાર-પોલીસને આવેદન આપી કરી રજૂઆત
બાબરા: બાબરા તાલુકાના કરિયાણા ગામે આવેલા પ્રાસાદીના પૌરાણિક સ્વામિનારાયણ સ્થાન અને મંદિરની જગ્યામાં આવેલા ગોપીનાથ ગઢડા સંપ્રદાયમાંથી હાંકી કાઢેલા એક સાધુએ આ ગામમાં આવીને કબજો કરી ઝઘડાઓ શરૂ કરી પોલીસકેસમાં લોકોને ફસાવતા હોવા સહિતની હરકતોથી વાજ આવી જઈ ગ્રામજનોએ મામલતદાર અને પોલીસ ઈન્સપેકટરની કચેરીએ આવેદનપત્ર આપી પગલાં લેવા માગણી કરી છે.
કરિયાણા ગામે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રાસાદી સ્થાન મનાતા મીણબાઈમાનો ઓરડો છે. આ જગ્યામાં વર્ષોથી અંબાસણા પરિવાર સેવા પૂજા કરે છે.