25.5 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
25.5 C
Surat
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરપીંપળજમાં દીપડાના આટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ | Villagers panic due to panther movement

પીંપળજમાં દીપડાના આટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ | Villagers panic due to panther movement



ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી કિનારે આવેલા

રાત્રે બાઇકસવારે દીપડાને જોયો હોવાનો દાવો : ફુટમાર્ક મળી
આવ્યાઃવનવિભાગે ધામા નાંખી કોતર વિસ્તારમાં સર્ચ હાથ ધર્યું

ગાંધીનગર: સાબરકાંઠાના જંગલોમાંથી દીપડા સાબરમતી નદીના કિનારે કિનારે ગાંધીનગર
આવતા હોય છે પરંતુ સામાન્યરીતે વરસાદની સિઝનમાં જંગલોમાં જ ખોરાક પાણી મળી રહેતું હોવાથી
દીપડા ગાંધીનગર તરફ આવતા નથી ત્યારે ગઇકાલે રાત્રે નદી કિનારે આવેલા પીંપળજ ગામમાં
રાત્રે બાઇક સવારે દીપડો દેખ્યો હોવાનો દાવો કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વનવિભાગને
જાણ થતા ફોરેસ્ટર તથા અધિકારીઓએ ધામા નાંખ્યા છે અને સર્ચ હાથ ધર્યું છે. જેમાં ફુટમાર્ક
મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

વનવિભાગે કરેલી ગણતરીમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં
ક્યાંય પણ દીપડો સ્થાયી નહીં હોવાનું સામે આવ્યું છે પરંતુ સાબરકાંઠાના જંગલ
વિસ્તારમાંથી વારંવાર દીપડો સાબરમતી નદી કિનારાના માર્ગે ગાંધીનગરમાં આવતો રહે છે.
અગાઉ સચિવાલયમાં દીપડો ઘૂસી ગયો હતો તો કોલવડાની આયુર્વેદ કોલેજમાં પણ દીપડો
પુરાયો હતો. આ ઉપરાંત અલુઆ
,
અક્ષરધામ પાછળ, પુનિતવન, જ-રોડ-સંસ્કૃતિ
કુંજ
, પીંપળજ, મુબારકુપર, બાસણ, દો.વાસણા, અંબોડ, દહેગામ, સંતસરોવર નદીમાં
અને જાસપુર સુધી પણ દીપડાએ દેખા દીધી છે ત્યારે પીંપળજમાં ફરી એકવાર દીપડો હોવાનું
સામે આવ્યું છે.આ અંગે મળતી વિગતો પ્રમાણે
,
ગઇકાલે રાત્રે બાઇકલઇને એક ગ્રામજન કોતર પાસે હુડકો વિસ્તારમાંથી પસાર થતો હતા
તે દરમ્યાન તેની સામેથી દીપડો કૂદીને ગયો હોવાનું તેણે અન્ય ગ્રામજનોને કહ્યું
હતું. જેના પગલે તાત્કાલિક વનવિભાગને જાણ કરવામાં આવી હતી અને વનવિભાગના કર્મચારીઓ
પણ રાત્રે ત્યાં પહોંચી ગયા હતા. બાઇકસવારે કિધેલી જગ્યા ઉપર વન વિભાગના કર્મચારીઓ
તથા નિષ્ણાંતો દ્વારા રાત્રે જ સર્ચીંગ શરૃ કરી દીધું હતું અને દીપડાના પગલાં પણ
જોવા મળ્યા હતા. સવારે વનવિભાગે વધારે સ્ટાફ ત્યાં મુકીને તપાસ કરાવી હતી પરંતુ
દીપડો જોવા મળ્યો ન હતો કે કોઇ મારણ પણ મળ્યું ન હતું. દીપડો નિશાચર હોવાને કારણે
રાત્રે ફરતો હોય છે ત્યારે આજે રાત્રે પણ સર્ચીંગ કરાશે.

વરસાદને કારણે ફુટમાર્ક સ્પષ્ટરીતે નહીં દેખાતા હોવાથી
વનવિભાગ અસમંજસમાં

ગાંધીનગર વનવિભાગને ગઇકાલે રાત્રે ગ્રામજન દ્વારા દીપડાને
દેખ્યો હોવાની માહિતી મળતી તાત્કાલિક વનકર્મીઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં સર્ચ
કર્યું હતું પરંતુ સાંજે અને રાત્રે વરસાદ પડયો હોવાને કારણે દીપડાના ફુટમાર્ક
યોગ્યરીતે કે સ્પષ્ટરીતે દેખાતા ન હતા એટલુ જ નહીં
, આ કોતર વિસ્તાર બાદ જંગલમાં ઘાસ તથા ઝાડી વિસ્તાર આવી જતો
હોવાને કારણે ત્યાં તો દીપડા કે કોઇ પણ પ્રાણી-પક્ષીના ફુટમાર્ક પડે તેમ જ નથી
જેથી અહીં દીપડો હોવા અંગે હજુ સુધી વનવિભાગ સ્પષ્ટ કહેતું નથી. જો કે
, ગ્રામજનોનો દાવો
છે કે અહીં દીપડો દેખાયો છે. જેથી વનવિભાગ દ્વારા તપાસ ચાલુ રાખી છે.

રાત્રે પણ અહીં સર્ચ કરાશેઃગ્રામજનોને સચેત કરાયા

દીપડો નિશાચર પ્રાણી હોવાને કારણે રાત્રે પણ જોઇ શકે છે
જેથી મોટાભાગે દીપડો રાત્રે જ શિકાર કરવાનું તથા એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનું
પસંદ કરે છે ત્યારે પીંપળજમાં ગઇકાલે રાત્રીના સમયે દીપડાને ગ્રામજન દ્વારા દેખ્યા
બાદ વનવિભાગ દ્વારા ગઇકાલે રાત્રે સંભવિત વિસ્તારમાં સર્ચ કર્યું હતું ત્યારે આજે
દિવસે પણ વધારાની ટીમો તથા બોરીજ રેન્જના અધિકારી-કર્મચારીઓ દ્વારા ધામા નાંખવામાં
આવ્યા હતા અને અહીં અન્ય પ્રાણી પક્ષીઓની વર્તણૂકનો અભ્યાસ કરવાની સાથે તપાસ કરાઇ
હતી. જેમાં પણ કોઇ ઠોસ પુરાવા મળ્યા નથી જેથી શનિવારે રાત્રે પણ અહીં સર્ચ ઓપરેશન
હાથ ધરવામાં આવશે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય