VIDEO: ‘કોહલીની હિમ્મત 5 વર્ષ કાઢ્યા, રોહિતની હાલત 1 વર્ષમાં ખરાબ થઈ ગઈ’ પાકિસ્તાની ક્રિકેટરનું નિવેદન

0

[ad_1]

Image – @ViratRohitfc, Twitter

ઈસ્લામાબાદ,તા.26 જાન્યુઆરી 2023, ગુરુવાર

ઘણા સમયથી પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં સુકાની બાબર આઝમને લઈને ધમાસાણ ચાલી રહ્યું છે. હોમગ્રાઉન્ડમાં સતત તમામ સિરિઝ હારી રહેલી પાકિસ્તાન ટીમના સુકાની અંગે મંથન ચાલી રહ્યું છે. ઘણા દિગ્ગજોનું માનવું છે કે, પાકિસ્તાન ટીમમાં સ્પ્લિટ સુકાની (તમામ ફોર્મેટમાં જુદા સુકાની) હોવા જોઈએ. આ મામલે પૂર્વ પાકિસ્તાની વિકેટ કીપર કામરાન અકમલે મોટું નિવેદન આપ્યું છે.

કામરાન અકમલે પૂર્વ પાકિસ્તાની ઓપનર સલમાન બટ સાથે વીડિયો ચેટ કર્યું. આ ચેટમાં હફીઝ મોહમ્મદ ઈમરાન, પૂર્વ ક્રિકેટર સલમાન કાદિર પણ હતો. આ વીડિયો ચેટને યૂટ્યુબ પર પણ શેર કરાયો છે.

રોહિતનો ‘ભૂલી ગયાનો’ વીડિયો થયો હતો વાયરલ

આ વીડિયોમાં સલમાન બટે કહ્યું કે, શું પાકિસ્તાનની ટીમમાં તમામ ફોર્મેટમાં જુદા સુકાની હોવા જોઈએ અથવા ત્રણેય ફોર્મેટમાં એક જ સુકાની યથાવત્ રહે. આ અંગે કામરાન અકમલે સલાહ આપકા કહ્યું કે, હાલના સમયમાં સુકાની મામલે ફેરફાર કરવાનો સમય નથી, કારણ કે વન ડે વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે.

આ દરમિયાન કામરાન અકમલે સુકાનીના દબાણ અંગે પણ વાત કરી. સાથે જ વિરાટ કોહલી અને રોહિત શર્મા અંગે કહ્યું કે, પાંચ વર્ષ સુકાનીના દબાણનો કેવી રીતે સામનો કર્યો, તે ખબર નથી, પરંતુ એક વર્ષમાં જ રોહિતની હાલત ખરાબ થઈ ગઈ છે. કામરાને હસતાં હસતાં કહ્યું કે, રોહિત ટોસ દરમિયાન ભૂલી ગયો હતો કે, બેટીંગ કરવાની છે કે બોલિંગ…

ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ સિરિઝની બીજી વન ડે રાયપુરમાં રમાઈ હતી. આ દરમિયાન રોહિત શર્મા ટોસ જીત્યા બાદ ભુલી ગયો કે, તેમણે બેટિંગનો નિર્ણય કરવાનો છે કે, બોલિંગનો… આ વીડિયો ઘણો વાયરલ થયો હતો.

‘કોહલીની હિંમત છે, તેણે પાંચ વર્ષ નિકાળ્યા’

કામરાન અકમલે કહ્યું કે, પાકિસ્તાન ટીમમાં ફોર્મેટોમાં અલગ અલગ કેપ્ટન હાલ ન કરવા જોઈએ. વર્લ્ડકપ નજીક છે અને આ માટેનો યોગ્ય સમય નથી. તમે ટી20 વર્લ્ડકપ બાદ કર્યું હોત, તો યોગ્ય રહેતું. હવે સમય નથી. હવે જે પણ છે, તે વર્લ્ડકપ બાદ જ છે. મને લાગે છે કે, બે સુકાની હોવા જોઈએ અને વર્કલોડ મેનેજ હોવું જોઈએ. ત્રણેય ફોર્મેટમાં એક જ સુકાની, ઘણી મુશ્કેલી થાય છે.

તેમણે કહ્યું કે, વિરાટ કોહલીની હિમ્મત છે, તેમણે પાંચ વર્ષ કાઢ્યા. હાલ રોહિત શર્માને એક વર્ષ પણ થયું નથી અને જોઈલો તેમની હાલત શું થઈ ગઈ. ટૉસમાં કહેવાનું ભુલી ગયા કે, બેટીંગ કરવી છે કે, બોલિંગ કરવી છે (હસતાં હસતાં). તેથી દબાણ થોડું ઓછું કરવું જોઈએ.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *