Video father painted his scooter in the color of the army salute to patriotism video mlr – News18 Gujarati

0


Mustufa Lakdawala,Rajkot :આજે 25મી જાન્યુઆરી છે અને આવતીકાલે 26મી જાન્યુઆરી આવી રહી છે.ત્યારે અત્યારથી જ લોકો દેશભક્તિના રંગમાં જોડાઈ ગયા છે.નાના બાળકોથી લઈને મોટા લોકો સુધીમાં દેશભક્તિનો રંગ જોવા મળી રહ્યો છે.ત્યારે રાજકોટમાં એક પિતાએ પોતાની અને પોતાના પરિવારની રાષ્ટ્રભક્તિ અલગ જ રીતે દર્શાવી છે.

26મી જાન્યુઆરીને ઉજવવા માટે રાજકોટવાસીઓ થનગની રહ્યાં છે.ત્યારે તમને જણાવી દયે કે દિકરીને આર્મીમાં જોડાવવાનીઈચ્છા હતી. તો તેના પિતાએ પોતાના બાઈકને આર્મીના રંગે રંગી નાખ્યું છે.જે જોઈને તમને પણ ગર્વની લાગણી થશે.

મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના ભક્‍તિનગર સ્‍ટેશન પ્‍લોટ પાસે પેપર કટિંગ મશીન ધરાવતા અજયભાઈ દુદકિયાનીપુત્રીએ તેના પિતાને આર્મીમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી દિકરીની ઈચ્છાને માન આપીને ઘરમાં પણ દેશ ભક્તિનોમાહોલ મળે તે માટે ઘરમાં પણ એવો માહોલ કરી દીધો.

દિકરીએ નેશનલ ડિફેન્‍સ એકેડેમી જોઈન્‍ટ કરી દેશ સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.જેથી અજયભાઈએ અત્‍યારથી જ તેનેઆર્મીનો માહોલ મળી રહે તે માટે પોતાના બાઈકને આર્મીના ડ્રેસથી રંગી તિરંગાનું લેબલ લગાવી દીધું છે. જેથી તેને જોઈને આપમેળે આપણા દિલમાં પણ દેશભક્તિની ઈચ્છા જાગી જાઈ.

સમગ્ર મામલે અજયભાઈએ જણાવ્યું હતું કે મારી પુત્રીને દેશ સેવાની અનોખી ધૂન લાગી છે.જેથી તે શાળા અને ટ્યુશનમાં જેસ્કુટર લઈને જાય છે.તે જ સ્કુટરનો રંગ આર્મીના ડ્રેસ મુજબનો કરવામાં આવ્‍યો છે.આ સાથે જ સ્‍કૂલ બેગ, લેપટોપ બેગ, કેપવગેરે આર્મી ડ્રેસ મુજબ જ આપવાનો વિચાર છે.જેથી તે સતત દેશભક્તિ સાથે જોડાયેલી રહી શકે અને તેને સતત આર્મીનીઅનુભૂતિ થતી રહે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

First published:

Tags: 26 january republic day, Local 18, રાજકોટ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *