વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેનો સંબંધ તમારા ઘરની સુખ-સમૃદ્ધિ સાથે છે. વાસ્તુશાસ્ત્રમાં રહેલા આ નિયમો સારી અને ખરાબ અસર કરે છે ભોજન અને તેના સંબંધિત નિયમો પણ વાસ્તુશાસ્ત્રમાં જોવા મળે છે.પિતૃ પક્ષમાં વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું જરૂરી છે. ઉદાહરણ તરીકે, ભોજનના નિયમો પણ દિશાઓ સાથે સંબંધિત છે. પિતૃ પક્ષમાં રોટલી સાથે સંબંધિત વાસ્તુ નિયમો જાણીલો.
દક્ષિણ દિશામાં બેસીને ભોજન ન કરવું.
આ નિયમનું પાલન ફક્ત પિતૃ પક્ષમાં જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ કરવું જરૂરી છે. દક્ષિણ દિશા એ યમલોકની દિશા માનવામાં આવે છે. પિતૃ પક્ષ, શ્રાદ્ધ અને પૂર્વજોની પૂજા દરમિયાન અને સાંજે દીવો પણ દક્ષિણ દિશામાં પ્રગટાવવામાં આવે છે, આ જ કારણે દક્ષિણ દિશામાં બેસીને ક્યારેય ભોજન ન કરવું જોઈએ.
દક્ષિણ દિશામાં ઉભા રહીને ક્યારેય રોટલી ન બનાવવી.
દક્ષિણ દિશામાં ઉભા રહીને ક્યારેય રોટલી ન બનાવો. તેનાથી પિતૃઓનો માગ્ર અવરોધાતા મુશ્કેલી સર્જાય છે
એક થાળીમાં એકસાથે 3 રોટલી ક્યારેય ન આપો
દરેક વ્યક્તિની ભૂખ અલગ અલગ હોય છે. કેટલાક લોકો એક રોટલી ખાય છે, કેટલાક લોકોનું પેટ બે-ત્રણ રોટલી ખાવાથી ભરાય છે, પરંતુ થાળીમાં ત્રણ રોટલી એકસાથે ન પીરસવી જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. ભોજનના આ નિયમનું પાલન માત્ર પિતૃ પક્ષ દરમિયાન જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ કરવું જોઈએ. થાળીમાં એક સાથે ત્રણ રોટલી ન આપવાનું કારણ એ છે કે પિતૃઓને હંમેશા ત્રણ રોટલી ચઢાવવામાં આવે છે. જો તમે કોઈને થાળીમાં ત્રણ રોટલી આપો છો, તો તે થાળી પૂર્વજોને સમર્પિત માનવામાં આવે છે. જો તમારે થાળીમાં ત્રણ જ રોટલી આપવાની હોય તો એક રોટલીનો નાનો ટુકડો તોડીને થાળીમાં રાખો, નહીં તો ત્રણ રોટલી પૂરી ન ગણાય.