એકને આકરી સજા ફટકારી, બીજાને નિર્દોષ છોડાયો
બે વર્ષની બાળકીને ટ્રક નીચે લઈ જઈ દૂષ્કર્મ આચરનાર રાજસ્થાનના ખલાસીને સ્થળ પરથી ઝડપી લેવાયા હતા
ગાંધીધામ: અંજાર તાલુકાનાં વરસાણા ગામ નજીક આવેલી ખાનગી કંપની પાસેની ઝૂપડપટ્ટી માથી રાત્રે ૨ વશ્મ્ન બાળકી બહાર નીકળી ગઈ હતી. આ દરમિયાન ટ્રકમાં ખલાસી તરીકે આવેલા બે નરાધામોએ તેણે પકડી લઈ ટ્રક નીચે લઈ જય તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે બાળકીની બહેન જોઈ જતાં આરોપીઓને ઝડપી લઈ પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા. ૬ વર્ષ પહેલા બનેલા આ બનાવમાં કોર્ટે બે પૈકીનાં એક આરોપીની આજીવન કેદ ફટકારતો ધાક બેસાડતો હુકમ આપ્યો હતો.