વડોદરા: ફી બાકી હોય ઝેનીથ સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીને બહાર બેસાડ્યો

0

[ad_1]

  • ઝેનીથ સ્કૂલની મનમાની મુદ્દે DEO એક્શન મોડમાં
  • આ ઘટના ખૂબ જ ગંભીર બાબત : DEO
  • ‘વિદ્યાર્થીને માનસિક ત્રાસ ન આપી શકાય’: DEO

વડોદરાના ડભોઈ રોડ પર આવેલ ઝેનીથ સ્કૂલની મનમાનીનો મુદ્દો સામે આવ્યો છે. વિદ્યાર્થીની ફી બાકી હોય તેને શાળાના સંચાલકો દ્વારા બહાર બેસાડવામાં આવ્યો હતો. જે મુદ્દે વિદ્યાર્થીના વાલી દ્વારા શાળાના સંચાલકો સામે ફરિયાદ કરવામાં આવી હતી. વાલીએ જણાવ્યું કે, વિદ્યાર્થીને 4 કલાક સુધી લાયબ્રેરીમાં બેસાડી રાખવામાં આવ્યો હતો. જેથી બાળકની હાલત ઘરે જઈને બગડી હતી. વિદ્યાર્થી ધોરણ 4માં અભ્યાસ કરે છે અને તેને એકલાને 4 કલાક સુધી લાયબ્રેરીમાં બેસાડી રાખવામાં આવ્યો હતો. જેથી વિદ્યાર્થી ડરને કારણે બિમાર પડતા સારવાર હેઠળ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ફીને લઇ શાળાના સંચાલકો દ્વારા વ્યાજખોરો જેવું વર્તન કરવામાં આવ્યું હતું.

જે મુદ્દે વડોદરાના જિલ્લા શિક્ષણાધિકારી આર આર વ્યાસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, આ ઘટના ખૂબ જ ગંભીર બાબત છે. ફી બાકી હોય તો વિદ્યાર્થીને બહાર બેસાડી ન શકાય. ફી મુદ્દે વિદ્યાર્થીને માનસિક ત્રાસ ન આપી શકાય. આ બાબતે અમારા સુપર વાઇઝર શાળાની મુલાકાત લેશે. સમગ્ર મુદ્દે સુપરવાઈઝર દ્વારા તપાસ કરવામાં આવશે, આ મુદ્દે શાળાની ભૂલ જણાશે તો શાળાને શો કોઝ નોટિસ પાઠવવામાં આવશે. તેમજ જે પણ નિયમ મુજબ કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે.

જે મુદ્દે ઝેનીથ સ્કૂલના કો-ઓર્ડીનેટર સ્નેહલ દાણીએ જણાવ્યું કે, વિદ્યાર્થીની આખા વર્ષની ફી બાકી છે. વારંવાર ફોન કર્યા છતાં વાલીઓ ફોન ઉપાડતા ન હતા. તેઓ ફી ભરવાનું નામ લેતા ન હતા. જેથી વિદ્યાર્થીને લાયબ્રેરીમાં બેસાડવામાં આવ્યો હતો અને પરિવારને બોલાવવા માટે કહ્યુ હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *