26 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ઓક્ટોબર 16, 2024
26 C
Surat
બુધવાર, ઓક્ટોબર 16, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતવડોદરાVadodara News: વડોદરામાં છતનો સ્લેબ ધરાશાયી થતાં 2 વર્ષની બાળકી ઘાયલ

Vadodara News: વડોદરામાં છતનો સ્લેબ ધરાશાયી થતાં 2 વર્ષની બાળકી ઘાયલ


વડોદરામાં છત ધરાશાયી થવાની ઘટના બની છે. જેમાં જાંબુવા BSUP આવાસ યોજનામાં બની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં છતનો સ્લેબ ધરાસાઈ થતાં બાળકી ઘાયલ થઈ હોવાનું જાણવા માંલઈ રહ્યું છે. ત્યારે આ ઘટનાને પગલે બે વર્ષની બાળકીને પગમાં ગંભીર ઈજા પહોંચી છે.

રહીશોએ તંત્ર સામે કર્યા આક્ષેપો

થોડા દિવસો પહેલા જ છતનો સ્લેબ ધરાશાઈ થતા વૃદ્ધાનું મોત નીપજયું હતું. જેમાં રહીશોએ તંત્ર સામે આક્ષેપો કર્યા હતા. મહત્વનું કહી શકાય કે, લાઈટ બિલ, વેરા અને ઘર ખર્ચ પણ નથી નીકળતો ત્યાં મકાનના હપ્તા કેવી રીતે ભરી શકાય તેમ લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા રહીશોની માંગ

મહત્વનું કહી શકાય કે, આ આવાસ યોજનાના મકાનો 12 વર્ષમાં જ ખખડધજ થઈ જતા હોય તો તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે સ્થાનિકો દ્વારા માગ કરવામાં આવી રહી છે. આ સ્લેબ ધરાશાયી થતા 2 વર્ષની બાળકી ઘાયલ થઈ હોવાનું જાણવા માંલઈ રહ્યું છે.

અમદાવાદમાં ફલેટની છત ધરાશાયી થતા દોડધામ મચી

આ અગાઉ થોડા સમય પહેલા અમદાવાદમાં પણ ફ્લેટની છત ધરાશાયી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ વિતરાગ ફલેટમાં ફલેટની છત ધરાશાયી થતા દોડધામ મચી હતી. સાથે સાથે લોકો ગભરાઈને બહાર આવી ગયા હતા. જો કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ના થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય