વડોદરામાં IOCLમાં બ્લાસ્ટ સાથે આગ મુદ્દે તપાસ તેજ કરવામાં આવી છે. તપાસ સમિતિએ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે. PI અને મામલતદાર, નાયબ મામલતદાર, તલાટીને જવાબ આપવા નોટિસ આપવામાં આવી છે. સમગ્ર ઘટનાની મેજિસ્ટ્રીયલ તપાસ ચાલી રહી છે. તમામ એજન્સીઓની તપાસ અંતિમ તબક્કામાં છે.
PI અને મામલતદારને જવાબ આપવા માટે નોટિસ
વડોદરાના કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં આશરે 12 કલાક બાદ ભીષણ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. અને ઘટનામાં બે લોકોના મૃત્યું થયા હતા. આ મામલે જિલ્લા કલેક્ટરને તપાસ સોંપવામાં આવી છે. જેમાં ગ્રામ્ય પ્રાંત અધિકારી દ્વારા સંબંધિત 8 અધિકારીઓને નોટીસ આપીને હાજર રહેવા જણાવ્યું છે.
સમગ્ર ઘટનાની ચાલી રહી છે મેજિસ્ટ્રીયલ તપાસ
વડોદરા પાસે આવેલા કોયલીમાં ગુજરાત રિફાઇનરી આવેલી છે. આ રિફાઇનરીમાં આવેલા બેન્ઝીન ટેંકમાં તાજેતરમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નિકળી હતી. આ આગની ઘટનામાં વડોદરા સહિત અનેક જિલ્લાઓમાંથી ફાયરના લાશ્કરોને બોલાવવામાં આવ્યા હતા. અંદાજીત 12 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. ત્યાર બાદ આ આગની ઘટના અંગે વિવિધ સ્તરે તપાસ સોંપવામાં આવી હતી. જે પૈકી એક તપાસ ગ્રામ્ય પ્રાંત અધિકારી પણ કરી રહ્યા છે. તમામ અધિકારીઓએ તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ સાથે આવવા જણાવ્યું છે. તપાસ સમિતિએ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે. PI અને મામલતદાર, નાયબ મામલતદાર, તલાટીને જવાબ આપવા નોટિસ આપવામાં આવી છે. સમગ્ર ઘટનાની મેજિસ્ટ્રીયલ તપાસ ચાલી રહી છે. તમામ એજન્સીઓની તપાસ અંતિમ તબક્કામાં છે.
તપાસ સમિતિએ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા
ગ્રામ્ય પ્રાંત અધિકારી દ્વારા સંબંધિત 8 અધિકારીઓને નોટીસ પાઠવવામાં આવી છે. અને હાજર રહેવા જણાવ્યું છે. તપાસના ભાગરૂપે વડોદરા ગ્રામ્ય મામલતાર, આઇઓસીએલના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર, સાઇટ કંટ્રોલર અને ચીફ કન્ટ્રોલર, કોયલી પોલીસ મથકના પીઆઇ, ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર, કોયલીના તલાટી, અને એક્ઝીક્યૂટીવ મેજિસ્ટ્રેટ-નાયબ મામલતદારને નોટીસ મોકલવામાં આવી છે. અને વિગતવાર અહેવાલ સાથે હાજર રહેવા જણાવ્યું છે.