24 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
24 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાપતિ અને પત્નીએ બાઇક સવાર અછોડા તોડનો બે કિલોમીટર પીછો કર્યો

પતિ અને પત્નીએ બાઇક સવાર અછોડા તોડનો બે કિલોમીટર પીછો કર્યો



Vadodara Chian Snatching : વડોદરા નજીક સેવાસીમાં ધ વેલેન્સિયા ખાતે રહેતા સીમાસિંહ મનોજકુમાર બધેલ તેમજ તેમના પતિએ સેવાસીમાં એક ઓફિસ ખરીદી હતી. આ ઓફિસની આજુબાજુ કોઈ વ્યક્તિએ કચરો નાખ્યો હોવાનું જાણવા મળતા બંને પતિ પત્ની બાઈક પર સાંજે ઘેરથી નીકળીને ઓફિસ તરફ જતા હતા. તે વખતે સેવાસીમાં બ્રોડ વે કોમ્પલેક્ષ નજીક પાછળથી એક બાઈક આવી હતી અને તેના પર સવાર બે શખ્સોએ સીમાસિંહના ગળામાં પહેરેલ એક તોલા વજનની સોનાની ચેન ઝૂંટવીને બંને ભાગ્યા હતા. સીમાસિંહએ તેના પતિને ચેન તોડીને ભાગેલા બાઈકવાળાઓનો પીછો કરવાનું કહેતા અછોડા તોડ બાઈક સવારનો 2 કીમી સુધી પીછો કર્યો હતો. પરંતુ બંને ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા બાઈકની નંબર પ્લેટ ઉપર કપડું ઢાંકી દીધું હતું અને આગળના ભાગે રાજા મેલ લખ્યું હતું અછોડા તોડીની ઘટના અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય