વડોદરા: રીઢો વાહનચોર ઝડપાયો, પાંચ ગુના ઉકેલાયા

0

[ad_1]

Updated: Jan 20th, 2023

વડોદરા,તા.20 જાન્યુઆરી 2023,શુક્રવાર

વડોદરા શહેરના પાણીગેટ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન રીઢા વાહન ચોરને ઝડપી પાડી પાંચ જેટલા વાહન ચોરીના ગુના ડિટેક્ટ કર્યા હતા. જ્યારે વાહન ચોર અકીશ અખ્તર હુસેન કુરેશીની ધરપકડ કરી આ દિશામાં વધુ તપાસ સાથે આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. 

વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથકનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન પાણીગેટ નજીક ગાયત્રી ગેસ એજન્સી પાસે એક શંકાસ્પદ ઈસમ મોટરસાયકલ સાથે ઉભો હોવાની બાકીના આધારે પોલીસે તેને રોકી પૂછપરછ શરૂ કરી હતી મોટરસાયકલ ચાલક અકીશ ઉર્ફે અખ્તર હુસેન કુરેશી (રહે.બાવચાવાડ ,પાણીગેટ) હોવાનું સામે આવ્યું હતું. અકીશની પૂછપરછ કરતા આ મોટરસાયકલ ચોરીની હોવાનું કબુલાત કરી હતી. પાણીગેટ હરીશ પેટ્રોલ પંપ પાસેથી અન્ય એક વાહનની ચોરીની પણ કબુલાત કરતા પાણીગેટ પોલીસે અકીસ કુરેશીના કબજા માંથી ચોરી થયેલા કુલ પાંચ વાહનો ઝડપી પાડ્યા હતા. પાંચ વાહનો પૈકી ત્રણ વાહનો પાણીગેટ પોલીસ મથક તેમજ બે વાહનો વારસિયા પોલીસ મથકમાંથી ચોરાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જ્યારે પોલીસે કુલ 1 લાખ 73 હજારનો મુદ્દામાલ કબજે લઈ આરોપી અકીશ ઉર્ફે અખ્તર હુસેન કુરેશી ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *