વડોદરા ગેસ લિમિટેડ કંપનીના ઘરેલુ ગેસના ભાવમાં પ્રતિ યુનિટ 4 રૂ.નો વધારો

0

[ad_1]

  • ઘરેલુ ગેસના નવો ભાવ પ્રતિ યુનિટ દીઠ 50.40 રૂપિયા થયો
  • જૂનો ભાવ 46.20 રૂપિયા પ્રતિ યુનિટ હતો
  • ભાવ વધારો આજથી જ અમલમાં મુકવામાં આવ્યો

કાળઝાળ મોઘવારીનો સામનો કરી રહેલી પ્રજાની પડતા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ ફરી એકવાર પ્રતિ યુનીટે રૂપિયા ચારનો તોતિંગ વધારો કરી સામાન્ય નાગરિકોની કમર તોડી નાખી છે.

મળતી માહિતી મુજબ વડોદરા ગેસ લીમીટેડ કંપની દ્વારા પુરા પાડવામાં આવતા પહેલા પ્રતિ યુનિટ ગેસનો ભાવ રૂપિયા 46.20 પૈસા હતો, જેમાં 4 રૂપિયાનો વધારો કરવામાં આવતા નવો ભાવ 50.40 રૂપિયા થઈ ગયો છે. આ નવા ભાવ વધારાનુ અમલીકરણ આજથી જ કરી દેવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા ગેસ લીમીટેડ કંપની દ્વારા ગેસના ભાવમાં પ્રતિ યુનિટ 4 રૂપિયાનો વધારો કરવામાં આવતા 2.16 લાખ રહેણાંક એકમો કે જે વડોદરા ગેસ કંપની લીમીતેદનો ઘરેલું રાંધણ ગેસ વપરાશમાં લે છે તેમને ભાવ વધારાનો માર પડશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *