શહેરમાં રખડતા કુતરાઓનો ત્રાસ ઘટાડવા 10 હજારથી વધુ કુતરાનુ રસીકરણ-નશબંધી

0

[ad_1]

– ભાવનગરમાં કુતરાનો ત્રાસ યથાવત, વસતી નીયંત્રણ કરવા ભાવનગર મહાપાલિકાનો પ્રયાસ

– શહેરના કરચલીયા પરા, કુંભારવાડા, વડવા, કાળીયાબીડ, ચિત્રા સહિતના વિસ્તારમાં કુતરાનો ત્રાસ વધતા લોકોમાં ફફડાટ 

ભાવનગર : રખડતા કુતરાઓનો ત્રાસ ભાવનગર શહેરમાં વધ્યો છે તેથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા કેટલાક વર્ષથી ભાવનગર શહેરમાં કુતરાની વસતી વધી છે અને ઘણા વિસ્તારોમાં રખડતા કુતરાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે ત્યારે કુતરાની વસતી નિયંત્રણ કરવા માટે ભાવનગર મહાપાલિકાએ છેલ્લા એક વર્ષથી પ્રયાસ હાથ ધર્યા છે. મહાપાલિકા દ્વારા રખડતા કુતરાઓનુ રસીકરણ અને નશબંધી (ખસીકરણ) કરવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ કુતરાનુ રસીકરણ અને ખસીકરણ કરવામાં આવેલ છે. આ કામગીરી ખાનગી એજન્સીને આપવામાં આવી છે. 

ભાવનગર શહેરના કરચલીયા પરા, કુંભારવાડા, વડવા, કાળીયાબીડ, ચિત્રા, કાળાનાળા, દિવાનપરા રોડ, બંદર રોડ, હાદાનગર, ભરતનગર, ઘોઘા રોડ સહિતના વિસ્તારમાં કુતરાઓનો ત્રાસ લાંબા સમયથી જોવા મળી રહ્યો છે. અનેક લોકોને કુતરાઓ બટકા ભરી ગયા છે તેથી લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા પડતા હોય છે. આ ઉપરાંત શહેરના મુખ્ય રોડ પર કુતરાઓ મોટર સાયકલ પાછળ દોડતા હોય છે તેથી અકસ્માતના બનાવ બનતા હોય છે. કુતરાના ત્રાસથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે યોગ્ય પગલા લેવા માંગણી ઉઠતી રહેતી હોય છે. મહાપાલિકા દ્વારા આશરે છેલ્લા એક વર્ષથી કુતરાનુ રસીકરણ અને ખસીકરણ કરવામાં આવી રહ્યુ છે. આ કામગીરી માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ગત નવેમ્બર માસ સુધીમાં આશરે ૧૦ હજાર કુતરાનુ રસીકરણ અને નશબંધી કરવામાં આવી હતી. તાજેતરમાં ડિસેમ્બરમાં નવી એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે, જેમાં પ હજાર કુતરાનુ રસીકરણ અને નશબંધ કરવાનો કોન્ટ્રાકટ છે, તેની સમય મર્યાદા બે વર્ષ છે. આ એજન્સીએ આશરે પ૦૦ કુતરાનુ રસીકરણ-ખસીકરણ કર્યુ છે તેમ મહાપાલિકાના અધિકારી હિરપરાએ માહિતી આપતા જણાવ્યુ હતું.  

શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રખડતા કુતરોઓને એજન્સીના કર્મચારીઓ પકડે છે અને તેને વાહનમાં કુંભારવાડમાં નારી રોડ પર આવેલ કચરાના પ્લાન્ટ પાસે સેન્ટરમાં લઈ જવામાં આવે છે. આ સેન્ટર પર કુતરાનુ રસીકરણ અને ખસીકરણ કરવામાં આવે છે. ત્રણ-ચાર દિવસ કુતરાઓને આ સેન્ટર પર રાખવામાં આવે છે અને કુતરાઓ સ્વસ્થ થતા ત્યારબાદ જે વિસ્તારમાં કુતરા પકડયા હોય તે વિસ્તારમાં કુતરાને છોડી દેવામાં આવે છે. આ સેન્ટર પર કુતરોઓને છાશ, ભાત, દુધ, પવા વગેરે ખોરાક આપવામાં આવતો હોવાનુ જાણવા મળેલ છે. હાલ કુતરાના ત્રાસની ફરિયાદ મનપામાં વધી છે ત્યારે કડક પગલા લેવા જરૂરી છે. 

ભાવનગરમાં 35 હજારથી વધુ કુતરાની વસતી 

ભાવનગર શહેરમાં આશરે ૩પ હજારથી કુતરાની વસતી હોવાનુ મહાપાલિકાનુ અનુમાન છે, જેમાં આશરે ૧૦ હજારથી કુતરાઓનુ રસીકરણ અને ખસીકરણ કરવામાં આવેલ છે, જયારે હજુ ઘણા કુતરાઓનુ રસીકરણ અને ખસીકરણ કરવામાં આવેલ નથી તેથી મહાપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. રસીકરણ કરવાથી કુતરાઓ કોઈ વ્યકિતને બટુક ભરે તો હડકવા ના ઉપડે તેમજ નશબંધીથી કુતરાઓની વસતી નિયંત્રણમાં રહેતી હોય છે.

10-12 વર્ષે રસીકરણ-નશબંધી કામગીરીનુ પરિણામ મળે તેવુ અનુમાન 

ભાવનગર શહેરમાં મહાપાલિકા દ્વારા છેલ્લા એક વર્ષથી કુતરાનુ રસીકરણ અને નશબંધી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ કુતરાની વસતી નિયંત્રણનુ પરિણામ આશરે ૧૦-૧ર વર્ષે જોવા મળશે તેવુ અનુમાન છે તેમ મનપાના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે. હાલ શહેરના જુદા જુદા વિસ્તારમાં કુતરાઓના ટોળા જોવા મળતા હોય છે અને રાત્રે ખુબ જ ભસતા હોય છે તેથી લોકો પરેશાન છે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *