– ભારતીય અધિકારીઓને લાંચના કેસમાં અમેરિકન કોર્ટનું પગલું
– 21 દિવસમાં જવાબ નહીં અપાય અથવા નિર્દોષ હોવાની અરજી નહીં કરાય તો વિરોધમાં આદેશ અપાશે: યુએસ કોર્ટ
– અદાણી જૂથની 11 લિસ્ટેડ કંપનીઓમાં કોઈ પર હજુ સુધી કશું જ ખોટું કર્યાના આરોપો લગાવાયા નથી: સીએફઓ જુગેશિંદર
ન્યૂયોર્ક : અદાણી જૂથના સંસ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી તથા તેમના ભત્રીજા સાગર અદાણીને અમેરિકન એસઈસીએ સમન્સ પાઠવ્યું છે અને ૨૬.૫ કરોડ ડોલર (અંદાજે રૂ. ૨,૨૦૦ કરોડ)ની લાંચના કેસમાં ૨૧ દિવસમાં જવાબ આપવા અથવા ઓફર આપતા તેમનું વલણ સ્પષ્ટ કરવા જણાવાયું છે.