અમેરિકાના સેક્રેમેંટોમાં ગત રોજ એક હિંદુ મંદિરને અસામાજિક તત્વોએ ટાર્ગેટ કર્યું હતું. મંદિરમાં તોડફોડ કરીને હિંદુ વિરોધી સંદેશ પણ લખ્યો હતો. 10 દિવસ પહેલા ન્યૂયોર્કના એક મંદિરમાં પણ આ રીતે જ બર્બરતાની ઘટના સામે આવી હતી. મંદિર પર લખેલા સંદેશમાં કહેવાયું હતું કે, હિંદુઓ પરત જાઓ. જે બાદ સ્થાનિક હિંદુ સમુદાયમાં ચિંતાનું મોતું ફરી વળ્યું હતું.
https://twitter.com/RoKhanna/status/1839012557199167511
આ પ્રકારની ઘટનાઓને જોતા સમુદાયે નફરત વિરુદ્ધ એક થવાના શપથ લીધા હતા. આ ઘટનાના જાણકારી આપતા સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે, ન્યૂયોર્કમાં હિંદુ મંદિરના અપમાનના 10 દિવસ કરતાં ઓછા સમય બાદ ગઈકાલે રાત્રે કેલિફોર્નિયાના સેક્રામેંટોમાં મંદિરના હિંદુ વિરોધી ઘૃણાની સાથે અપમાનિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આગળ લખ્યું કે, હિંદુઓ પરત જાઓ અમે શાંતિ માટે પ્રાર્થના કરીએ છી અને ઘૃણાની વિરુદ્ધ એકજૂથ છીએ.
અમેરિકાના સેક્રામેંટાના સાંસદની પ્રતિક્રિયા
સેક્રામેંટા કાઉન્ટી શેરીફ ઓફિસ અનુસાર મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન અસામાજિક તત્વોએ મંદિર સંકુલની પાણીની લાઈન પણ કાપી નાખી હતી. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, સેક્રામેન્ટો કાઉન્ટીની કોંગ્રેસવુમન એમી બેરાએ સોશિયલ મીડિયા ટવિટર પર લખ્યું, “સેક્રામેન્ટો કાઉન્ટીમાં ધાર્મિક કટ્ટરતા અને નફરત માટે કોઈ સ્થાન નથી. હું અમારા સમુદાયમાં આ બર્બરતાના કૃત્યની સખત નિંદા કરું છું. આપણે બધાએ અસહિષ્ણુતા સામે ઊભા રહેવું જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણા સમુદાયમાં દરેક વ્યક્તિ, ધર્મને ધ્યાનમાં લીધા વિના, સુરક્ષિત અને સન્માનિત અનુભવે છે.”
મંદિરમાં તોડફોડ બાદ ભારતીયોમાં રોષ
આ ઘટના બાદ અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયમાં રોષ ફાટી નીકળ્યો છે. ભારતીય મૂળના અમેરિકી સાંસદ આરઓ ખન્નાએ આ ઘટનાને વખોડી કાઢી છે. અને જણાવ્યું કે, અમેરિકી સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. તેમને એવું પણ જણાવ્યું કે, સેક્રામેંટો કેલિફોર્નિયામાં આવેલા હિંદુ મંદિરમાં રાતભર હિંદુ વિરોધી સૂત્રોચ્ચાર કરી તોડફોડ કરવામાં આવી છે, અમેરિકી ન્યાય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. જો કે, તેઓએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, આ પ્રકારની નફરત માટે જવાબદાર લોકોની ઓળખ કરવી જોઈએ. અને તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.