જગત જમાદાર એવા અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે સરહદ પાર કરી આવતા ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા લોકોની આકરી ટીકા કરી છે. તેઓએ આવા લોકો વિરુદ્ધ કઠોર શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને ખાસ કરીને એવા લોકોની આકરી ટીકા કરી જે મહિલાઓની સાથે ગુનામાં સામેલ છે. ટ્રમ્પે ડેમોક્રેટિક ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વિરુદ્ધ પણ વ્યકિતગત ટિપ્પણી કરી હતી.
અમેરિકામાં આવેલા વિસ્કોન્સિનના મતદાન રાજ્યમાં એક જાહેર રેલી દરમિયાન, ટ્રમ્પે ડેમોક્રેટિક વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને “માનસિક રીતે વિકલાંગ” ગણાવ્યા હતા. શુક્રવારે, હેરિસે તેના 2024ના રાષ્ટ્રપતિ અભિયાન દરમિયાન પ્રથમ વખત યુએસ-મેક્સિકો સરહદની મુલાકાત લીધી હતી. ટ્રમ્પનું મોટાભાગનું ભાષણ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ પર કેન્દ્રિત હતું. તેમણે હિંસક ગુનાઓ કરનારા ઈમિગ્રન્ટ્સને “રાક્ષસો,” “પથ્થર-હૃદયના ખૂની” અને “પ્રાણીઓ” પણ કહ્યા હતા.
અમેરિકામાં ચૂંટણીનો માહોલ
આગામી પાંચમી નવેમ્બરની ચૂંટણી પહેલા ટ્રમ્પ અને હેરિસ વચ્ચે કઠિન સ્પર્ધા ચાલુ છે. ઓપિનિયન પોલ અનુસાર, ઈમિગ્રેશન અને દક્ષિણ સરહદ મતદાતાઓ માટે સૌથી મોટી સમસ્યા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ હેરિસ અને ડેમોક્રેટિક પ્રમુખ જો બાઈડેન પર ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવાનો આરોપ લગાવ્યો હતો. તેણે આરોપ લગાવ્યો કે કેટલાક ઈમિગ્રન્ટ્સ ‘અમેરિકન નાગરિકો પર બળાત્કાર, લૂંટ, ચોરી અને હત્યા’ કરવાનો ઇરાદો ધરાવે છે.
એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પે એવો પણ સ્વીકાર કરી લીધો હતો કે આ એક અંધકારમય ભાષણ છે. ટ્રમ્પનું આ ભાષણ વિસ્કોન્સિનના નાના શહેર પ્રેયરી ડૂ ચીએનમાં યોજાયું હતું. જ્યાં સપ્ટેમ્બરમાં વેનેઝુએલાના એક વ્યકિતએ ગેરકાયદે પ્રવેશ કરીને મહિલા સાથે દુષ્કકર્મ આચરી તેની પુત્રી પર હુમલો કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. બાઈડેન વહીવટી તંત્ર દરમિયાન આશરે 70 લાખ પ્રવાસીઓને અમેરિકા-મેક્સિકોની સરહદ પાર કરતા ધરપકડ કરવામાં આવી છે, જે અત્યાર સુધીનો એક રેકોર્ડ હાઈ નંબર છે. આના લીધે ટ્રમ્પ અને બીજા રિપબ્લિકન નેતાઓએ કમલા હેરિસ અને બાઈડેનની આકરી ઝાટકણી કાઢી હતી.