આજકાલ ઘણા લોકો સાંધામાં દુઃખાવો અને સોજો આવવાને કારણે ચાલવામાં તકલીફ અનુભવે છે. તેનું એક કારણ યૂરિક એસિડ વધી જવુ પણ હોય છે. ઘણા લોકોને ખબર નથી હોતી કે .યૂરિક એસિડનું સામાન્ય સ્તર કેટલું હોવુ જોઇએ. ત્યારે આવો જાણીએ શું હોય છે યુરિક એસિડ અને તેને કંટ્રોલમાં રાખવા માટે શું કરવું જોઇએ.
યુરિક એસિડ શું હોય છે.
એક નિષ્ણાંતના જણાવ્યાનુસાર યુરિક એસિડ શરીરમાં બનનારુ એક પ્રકારનો વેસ્ટ પદાર્થ છે. જે શરીરમાં પ્યૂરિન નામના તત્વને તૂટવાથી બને છે. પ્યૂરિન ખોરાકમાં કેટલાક ખાદ્ય પદાર્થોમાંથી બને છે. જેવા કે લાલ માંસ, માછલી, દાળ અને બિયર જેવી વસ્તુઓ. જ્યારે યુરિક એસિડ બને છે ત્યારે કિડની તેને બહાર નથી કાઢી શકાતી અને લોહીમાં જમા થવા લાગે છે.
કેટલુ હોવુ જોઇએ યુરિક એસિડનું સ્તર ?
- નિષ્ણાંતના જણાવ્યા મુજબ સામાન્ય સ્તર પુરુષોમાં જોઇએ તો 3.4 અથવા 4.5થી 7.0 mg/dL
- મહિલાઓ માટે 2.4 અથવા 3.5થી 6.0 mg/dL
- નિયત સ્તર કરતા યુરિક એસિડ વધે તો ગઠિયા, કિડની સ્ટોન અને સાંધામાં સોજા જેવા લક્ષણો જોવા મળે છે.
યુરિક એસિડ વધવાના લક્ષણો
ખાવા પીવામાં લાપરવાહીને કારણે અથવા તો વધારે પડતા પ્રોટીન ખાવાને કારણે યૂરિક એસિડ ઝડપી વધે છે. એવામાં ખોરાક તમે કેવો અને શું ખાઓ છો તેની પર ધ્યાન રાખવુ જોઇએ. જો યુરિક એસિડ વધે તો અંગૂઠા કે પગમાં વધારે દુઃખાવો થાય છે. સાંધામાં દુઃખાવો થવો અને પેશાબ થવામાં દુઃખાવો તથા થાક લાગવો અને નબળાઇ મહેસૂસ થાય છે.
રિક એસિડ વધવાનું એક કારણ એ પણ છે કે વધારે પ્રમાણમાં લાલ માસ, માછલી, દાળ અને દારૂનુ સેવન કરવુ. આ ઉપરાંત મેદસ્વિતા અને શારિરીક ગતિવિધીઓ ન કરવી. ડાયાબિટીસ અને હાઇબીપી, દવાઓના સાઇડ ઇફેક્ટ અને આનુવંશિક કારણોસર યુરિક એસિડ વધવાનો ખતરો રહે છે.
યુરિક એસિડ કેવી રીતે કરશો કંટ્રોલ ?
- દિવસના 8-10 ગ્લાસ પાણી પીઓ
- હાઇ પ્યૂરિન ફૂડ જેવા કે લાલ માસ, માછલી, દાળ અને દારૂ અને પાલક વધારે પ્રમાણમાં ન ખાઓ
- તાજા ફળ અને શાકભાજી ખાવા
- રોજે હળવી કસરતો કરવી
- ડોક્ટરે આપેલી દવાઓ સમયસર લેવી
જ્યારે તમે સાંધામાં સતત દુઃખાવો થયા કરે. સોજો ન ઉતરે અને રિપોર્ટ કરાવો ત્યારે યુરિક એસિડ 8.0mg/dLથી ઉપર પહોંચી ગયુ હોય ત્યારે સત્વરે ડોક્ટરને બતાવવુ જોઇએ. સમયસર ઇલાજ કરાવવો જોઇએ નહી તો કિડની માટે જોખમી સાબિત થઇ શકે છે.
(Disclaimer: આ લેખમાં સૂચવેલ ટિપ્સ ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રકારનો ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ રોગ સંબંધિત કોઈપણ પગલાં લેતા પહેલા, કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. સંદેશ ન્યૂઝ આ માહિતીની પુષ્ટિ કરતુ નથી. )