નીતિશ કુમાર ફરી ભાજપના સંપર્કમાં? ઉપેન્દ્ર કુશવાહાના નિવેદનથી અટકળોએ જોર પકડ્યું

0

[ad_1]

  • ઉપેન્દ્ર કુશવાહાને દિલ્હીની AIIMSમાં રૂટીન ચેકઅપ માટે દાખલ કરાયા હતા
  • AIIMSમાં બિહાર ભાજપના 3 નેતાઓ તેમને મળવા પહોંચ્યા હતા
  • કુશવાહના પટના પહોંચ્યા બાદના નિવેદને JDUના મોટા નેતાઓ સામે ઈશારો કર્યો 

બિહારમાં મહાગઠબંધનમાં RJD અને JDU વચ્ચે જે રીતે સુધાકર સિંહ અને ચંદ્રશેખરના વિવાદાસ્પદ નિવેદનોને લઈને રસાકસી જોવા મળી રહી છે, તેનાથી સતત સવાલો ઉઠી રહ્યા છે કે શું નીતિશ કુમાર ફરી એક વખત પક્ષપલટો કરશે? શું તેઓ ભાજપના સંપર્કમાં છે?

બિહારના રાજકીય ગલિયોમાં આ ચર્ચાઓ વચ્ચે નીતિશ કુમારના નજીકના અને જનતા દળ યુનાઈટેડ પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહે એક એવું નિવેદન આપ્યું છે, જેને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું નીતિશ કુમાર ખરેખર ભાજપના સંપર્કમાં છે? આખરે ઉપેન્દ્ર કુશવાહાના નિવેદનનો અર્થ શું છે?

છેલ્લા કેટલાક દિવસોથી ઉપેન્દ્ર કુશવાહાની ભાજપના નેતાઓ સાથે નિકટતા અને ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું છે. આ બધાની વચ્ચે ગુરુવારે, જ્યારે ઉપેન્દ્ર કુશવાહાને દિલ્હીની AIIMSમાં રૂટીન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે શુક્રવારે બિહાર ભાજપના 3 નેતાઓ તેમને મળવા પહોંચ્યા હતા. જેમાં 2 પૂર્વ ધારાસભ્યો સંજય વાઘ અને પ્રેમ રંજન પટેલ સામેલ હતા.

જ્યારે આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ત્યારે ઉપેન્દ્ર કુશવાહાના ભવિષ્યના રાજકારણને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું. એવી અટકળો શરૂ થઈ હતી કે નીતિશ કુમારને છોડીને ઉપેન્દ્ર કુશવાહા ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. આ ચર્ચાઓ વચ્ચે ઉપેન્દ્ર કુશવાહા રવિવારે સાંજે દિલ્હીથી પટના પહોંચ્યા હતા અને જ્યારે તેમને ભાજપના નેતાઓ સાથેની મુલાકાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, ભાજપ નેતાઓ સાથે મારી એક તસવીર આવી છે, જેને મોટું સ્વરૂપ આપવામાં આવ્યું છે આનો મતલબ શું થયો? કોઈની પણ સાથે અંગત સંબંધ હોઈ શકે છે. જો હોસ્પિટલમાં કોઈ વ્યક્તિ મળે છે, તો તેમાં રાજકીય અર્થ નિકાળવાનો શું મતલબ છે?

ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે ભાજપના કોઈપણ નેતા સાથે મુલાકાત કરવી એનો અર્થ એ નથી કે અમે ભાજપના સંપર્કમાં છીએ, આ વાત ખોટી છે. તેમણે કહ્યું કે અમારી પાર્ટીના જેટલા મોટા નેતા છે તેટલા જ તે ભાજપના નેતાઓના સંપર્કમાં છે.

ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે અમારી પાર્ટી જનતા દળ યુનાઈટેડ બે-ત્રણ વખત બીજેપીના સંપર્કમાં ગઈ અને પછી સંપર્કથી બહાર થઈ છે. પાર્ટી પોતાની રણનીતિ પ્રમાણે જે જરૂરી હોય તે કરે છે. તેમણે કહ્યું, શું મારી સાથે આવી ચર્ચા કરવાનો કોઈ અર્થ છે? ઉપેન્દ્રએ કહ્યું કે હું જેડીયુમાં રહીશ કે નહીં, મારા સિવાય કોણ નક્કી કરી શકે?

જો કે ઉપેન્દ્ર કુશવાહાએ સ્વીકાર્યું હતું કે જનતા દળ યુનાઈટેડ નબળું પડી રહ્યું છે અને તેઓ તેને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કુશવાહાએ કહ્યું કે જનતા દળ યુનાઈટેડને તાત્કાલિક ઈલાજની જરૂર છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *