અમદાવાદ સહિત રાજ્યમાં કમોસમી વરસાદ, વહેલી સવારથી ઝરમર

0

[ad_1]

  • વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટા
  • મણિનગર, ઈસનપુર, ઘોડાસર, નરોડામાં વરસાદ
  • માવઠું થતા ખેડૂતોની મુશ્કેલી વધી

અમદાવાદ સહિત રાજ્યમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં વહેલી સવારથી ઝરમર વરસાદ પડવાનો શરૂ થયો છે. ત્યારે અમદાવાદમાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. તેમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટા પડ્યા છે.

માવઠું થતા ખેડૂતોની મુશ્કેલી વધી
ઉલ્લેખનીય છે કે અમદાવદના વિવિધ વિસ્તાર જેવા કે મણિનગર, ઈસનપુર, ઘોડાસર, નરોડામાં વરસાદ પડ્યો છે. ત્યારે સમગ્ર અમદાવાદના વિવિધ વિસ્તારો સાથે ગુજરાતના વિવિધ શહેરોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે. તેમજ મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. તેમાં જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં માવઠું પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. તથા માવઠું થતા ખેડૂતોની મુશ્કેલી વધી છે.  

વહેલી સવારે સાણંદ શહેરમાં ઝરમર વરસાદ આવ્યો
અમદાવાદના સાણંદમાં કમોસમી વરસાદ પડ્યો છે. વહેલી સવારે સાણંદ શહેરમાં ઝરમર વરસાદ આવ્યો છે. માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે જેમાં ઉભા પાકને નુકસાનની ભીતી છે. જેમાં જગતના તાતને રોવાનો વારો આવ્યો છે. કુદરતા રહેર સામે જગતનો તાત લાચાર સાબિત થયો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *