યુનોમાં ભારત હંગામી સભ્ય છે
ઉલ્લેખનીય છે કે, વર્તમાનમાં સુરક્ષા પરિષદમાં પાંચ કાયમી સભ્ય છે. જેમાં રશિયા, બ્રિટન, ચીન, ફ્રાંસ અને યુએસ સામેલ છે, જ્યારે 10 હંગામી સભ્યો છે, જેમાં ભારત પણ સામેલ છે. જે પહેલીવાર વર્ષ-2021માં સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ પરિષદમાં ભારત હંગામી સદસ્ય તરીકે બેઠું હતું.
વૈશ્વિક સંસ્થાનોમાં સુધારની જરૂર : પીએમ મોદી
થોડા દિવસ અગાઉ વડાપ્રધાન મોદીએ યુનોમાં સમિટ ઑફ ધ ફ્યૂચર કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું હતું કે શાંતિ માટે ગ્લોબલ રિફોર્મ જરૂરી છે. વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જ્યાં એકબાજું આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો બન્યો છે, ત્યારે બીજી બાજું સાયબર સિક્યોરિટી, દરિયાઈ અને અવકાશ સંઘર્ષના નવા ક્ષેત્ર બની રહ્યા છે. આ તમામ મુદ્દાઓ પર હું આ વાત પર ભાર મૂકું છું કે વૈશ્વિક કાર્યવાહી, વૈશ્વિક મહત્વાકાંક્ષાના અનુરૂપ હોવી જોઈએ. વૈશ્વિક શાંતિ અને વિકાસ માટે વૈશ્વિક સંસ્થાનોમાં સુધાર ખૂબ જ જરૂરી છે.