કેન્દ્રીય મંત્રી ફગ્ગનસિંહ કુલસ્તેનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક

0

[ad_1]

  • મંત્રીએ ટ્વિટર ઈન્ડિયા પાસેથી પોતાનું એકાઉન્ટ પરત મેળવવા માટે મદદ માંગી
  • મંત્રીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી અયોગ્ય ટ્વિટ રિટ્વીટ કરવામાં આવી રહી હતી
  • મંત્રી કુલસ્તે આજે ઈન્દોરમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023માં હાજર રહ્યા હતા

કેન્દ્રીય સ્ટીલ રાજ્ય મંત્રી ફગ્ગનસિંહ કુલસ્તેનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ ગુરુવારે હેક થઇ ગયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. હેક કર્યા બાદ હેકરે તેમના એકાઉન્ટમાંથી અલગ અલગ ઘણી ટ્વિટને રીટ્વીટ કરી હતી. માહિતી મળતાની સાથે જ કુલસ્તેએ ટ્વિટ કરીને પોતાનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હોવાની જાણકારી આપી હતી. આ સાથે જ તેમણે ટ્વિટર ઈન્ડિયા પાસેથી પણ પોતાનું એકાઉન્ટ પરત મેળવવા માટે મદદ માંગી છે.

મંત્રી કુલસ્તેના મીડિયા સલાહકાર વીર કપૂરના જણાવ્યા અનુસાર, આજે સવારથી મંત્રીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી અયોગ્ય ટ્વિટ રિટ્વીટ કરવામાં આવી રહી હતી. આ પછી એકાઉન્ટ હેક થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ માહિતી તરત જ ટ્વિટર ઈન્ડિયાને આપવામાં આવી હતી. આ પછી એકાઉન્ટને ફરીથી સુરક્ષિત કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રી કુલસ્તે આજે ઈન્દોરની મુલાકાતે હતા. જ્યાં તેઓએ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023માં ભાગ લીધો હતો અને તેમણે સમિટને પણ સંબોધિત કરી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *