કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા વિસ્તારને આપી મોટી ભેટ

0

[ad_1]

  • મોટી આદરેજ ગામે વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું
  • કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. જેમાં અમિત શાહે લોકસભા વિસ્તારને મોટી ભેટ આપી છે. તેમાં મોટી આદરેજ ગામે વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે. તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું છે. તેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યાં છે.

અહીં રીટાબેન અને કેન્દ્રમાં હું છું
લોકસભા વિસ્તારને મોટી ભેટ આપતા અમિત શાહે સંબોધન કર્યું છે. જેમાં જણાવ્યું છેકે બલિદાન આપનાર તમામ શહીદોને નમન છે. સેનાએ બલિદાન આપી દેશને સુરક્ષિત રાખ્યો છે. ગાંધીનગરના તમામ મતદારોનો આભાર. પહેલા કહેતા હતા કે કોઇ સાંભળતા નથી. પણ હવે કોઇ આવા બહાના નહી ચાલે. અહીં રીટાબેન અને કેન્દ્રમાં હું છું. પ્લાસ્ટિક મુક્ત ગાંધીનગર બનાવવામાં આવશે. જેમાં પ્લાસ્ટિક મુક્ત માટે સાધનો આપવાની શરૂઆત થઇ છે. પ્લાસ્ટિકનો કચરો જુદા ડબ્બામાં રાખો. પ્લાસ્ટિકના કચરો રિ-પ્રોસેસ થઇ શકશે.

મોટી આદરજમાં 3 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું
મોટી આદરજમાં 3 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે. તેમજ અમિત શાહે મોટી આદરજને વિકાસકામની ભેટ આપી છે. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું અમિત શાહના હસ્તે ભુમિપૂજન કરવામાં આવ્યું છે. તથા અમિત શાહે જનતાને ઉતરાયણની શુભકામનાઓ પાઠવી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *