19 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
19 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeદેશકેન્દ્ર સરકારે PAN 2.0 અને વન નેશન વન સબસ્ક્રિપ્શનને આપી મંજૂરી

કેન્દ્ર સરકારે PAN 2.0 અને વન નેશન વન સબસ્ક્રિપ્શનને આપી મંજૂરી


કેન્દ્રીય કેબિનેટે સોમવારે મળેલી બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લીધા છે. આ બેઠકમાં PAN 2.0ને મંજૂરી આપવામાં આવી અને સાથે ઈનોવેશન મિશન માટે 2750 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે વન નેશન એન્ડ વન સબસ્ક્રિપ્શનના અમલને પણ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વન નેશન વન સબસ્ક્રિપ્શનનો સૌથી મોટો ફાયદો યુવાનો અને વિદ્યાર્થીઓને થશે.

વન નેશન વન સબસ્ક્રિપ્શનમાં 6,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ

તેમણે કહ્યું કે સંશોધન માટે ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રકાશનોની જરૂર છે. આ ખૂબ જ ખર્ચાળ છે. PMએ તેને નવા સ્વરૂપમાં બદલ્યું છે. તમામ યુનિવર્સિટીઓ તેમના સંસાધનો વન નેશન વન સબસ્ક્રિપ્શનમાં શેર કરશે. સરકાર તમામ વિશ્વ પ્રસિદ્ધ જર્નલો લાવશે. તેમનું લવાજમ લેવામાં આવશે અને દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આના પર અંદાજે 6,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.

અટલ ઈનોવેશન મિશન 2.0 અમલમાં મૂક્યું

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે રૂપિયા 2750 કરોડના ખર્ચે અટલ ઈનોવેશન મિશન 2.0ને મંજૂરી આપી છે. અટલ ઈનોવેશન મિશન ભારતમાં યુવાનોને ઈનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપમાં આગળ લાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. અમને જાણવા મળ્યું હતું કે અટલ ઈનોવેશન મિશનની પ્રથમ આવૃત્તિમાં સ્થાનિક ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો નહતો. તેથી અમે અટલ ઇનોવેશન મિશન 2.0 અમલમાં મૂક્યું છે. આ અંતર્ગત આવા 30 ઈનોવેશન સેન્ટર ખોલવામાં આવશે જે સ્થાનિક ભાષામાં કામ કરશે.

ખેડૂતો માટે લીધો મોટો નિર્ણય

આ સાથે જ કેન્દ્રીય કેબિનેટે રૂપિયા 2,481 કરોડના ખર્ચે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગને મંજૂરી આપી છે. તેનો ઉદ્દેશ્ય એક કરોડ ખેડૂતોને કુદરતી અને ખાતર-મુક્ત ખેતી તરફ પ્રેરિત કરવાનો છે. આ યોજના જમીનના સ્વાસ્થ્યમાં સુધારો કરવા અને ખર્ચ ઘટાડવાની સાથે ટકાઉ ખેતી માટેનું વાતાવરણ ઊભું કરશે.





Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય