RMC બજેટ બેઠક વિવાદમાં, પીવાલાયક ન હોય તેવું પાણી પીવડાવ્યું

0

[ad_1]

  • દંડ કરાયેલી કંપનીની પાણીની બોટલ બજેટમાં રખાઈ
  • બિસ્વીન અને મેક્સ બેવરેજીસને ફટકાર્યો હતો લાખોનો દંડ
  • રાજકોટ કોર્પોરેશને લીધા નમૂનાના સેમ્પલ થયા હતા ફેઈલ

રાજકોટ મહાનગર પાલિકામાં આજે બજેટ રજૂ કરવામાં આવ્યું. જોકે, બજેટ રજૂ કરવા માટે મળેલ બેઠકમાં સભ્યોને આપવામાં આવેલ પાણીને લઈને નવો વિવાદ શરૂ થયો છે. RMCમાં બજેટ રજૂ કરતી વખતે સભ્યોને જે પાણી પીવાલાયક નથી તે પાણીની બોટલો પીવા માટે આપવામાં આવી હતી. બેઠકમાં જે કંપનીની પાણીની બોટલો સભ્યોને આપવામાં આવી હતી તે કંપનીને મહાપાલિકા દ્વારા થોડા સમય પહેલા જ દંડિત કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, થોડા દિવસ પહેલા જ રાજકોટ કોર્પોરેશન દ્વારા બિસ્વીન બેવરેજીસ અને મેક્સ બેવરેજીસ કંપનીની પાણીની બોટલોના નમૂના લેવામાં આવ્યા હતા અને પરીક્ષણમાં આ કંપનીઓના નમૂના ફેલ ગયા હતા. તો સાથે સાથે, આરોગ્ય અધિકારીએ પણ આ કપનીનું પાણી પીવાલાયક ન હોવાનું નિવેદન આપ્યું હતું. બિસ્વીન બેવરેજીસ અને મેક્સ બેવરેજીસ કંપનીનુ પાણી પીવાલાયક ન હોવાથી કોર્પોરેશન દ્વારા બંને કંપનીઓને લાખોનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે કંપનીને મહાપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો તે જ કંપનીની પાણીની બોટલો બજેટમાં રાખવામાં આવતા મોટો વિવાદ ઊભો થયો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *