કેનેડાની વર્ક પરમિટના બહાને આજવારોડના ઠગે રૃપિયા પડાવ્યા

0

[ad_1]

યુવતી પાસેથી રૃા.૨.૯૫ લાખ લીધા બાદ ભેજાબાજ ે ફોન બંધ કરી દીધો

Updated: Jan 18th, 2023

વડોદરા, તા.18 કેનેડામાં વર્ક પરમિટના બહાને છાણી વિસ્તારની યુવતી પાસેથી રૃા.૨.૯૫ લાખ પડાવ્યા બાદ હાથ અધ્ધર કરી દેનાર આજવારોડના ભેજાબાજ સામે ઠગાઇની ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

છાણીજકાતનાકા વિસ્તારમાં જાદવપાર્ક ખાતે રહેતી દીપ્તિ પ્રવિણભાઇ પરમારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં મિલાપ વિનાયક બરવે (રહે.લકુલેશનગર, આજવારોડ) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ચાર માસ પહેલાં ટ્રાઇકલર હોસ્પિટલમાં મિલાપ સાથે સંપર્ક થયો ત્યારે તેને જણાવેલ કે  કેનેડા જવા માટેના વિઝા કઢાવવા હોય તો હું વિઝાનું કામ કરું છું. જેથી મેં વર્ક પરમિટ માટે ક્યો દેશ સારો તેમ પૂછતાં મિલાપે હું કેનેડા વર્ક પરમિટનું કામ વધારે કરું છું જો તમારે કેનેડાની વર્ક પરમિટનું કામ હોય તો હું કરી આપીશ અને ચાર દિવસ પછી તેની ઓફિસ બોલાવી હતી.

ચાર દિવસ પછી હું મકરપુરા એસ.ટી. ડેપો હબટાઉન ખાતે તેની ઓફિસે ગઇ  હતી અને કેનેડા વર્ક પરમિટ માટેના કાગળો જમા કરાવી રૃા.૫૦ હજાર ગુગલ પેથી મિલાપને ટ્રાન્સફર કર્યા હતાં. બાદમાં તેની માંગણી મુજબ ભરતભાઇ, અલ્પેશ રાજ, શુભમ જાદવ, વિનાયક બરવેને ઓનલાઇન અને રોકડથી કુલ રૃા.૨.૯૫ લાખ આપ્યા  હતાં. તા.૨૩ ડિસેમ્બરના રોજ મુંબઇમાં મેડિકલ કરાવ્યા બાદ મિલાપનો ફોન બંધ થઇ ગયો  હતો અને પૈસા પણ પરત આપ્યા ન હતાં. ઉપરોક્ત વિગતો અંગેની ફરિયાદના પગલે પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *