કાકા ભત્રીજાની પોલીસે કરી ધરપકડ

0


રાજકોટ: રાજકોટ જિલ્લામાં વધુ એક યુવાનને બંદૂક સાથે ફોટા મૂકવા ભારે પડ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાકા ભત્રીજાને ઝડપી પાડવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ફોટો અપલોડ કરનાર સંજયભાઈ સવાભાઈ મેણીયા અને તેના કાકા મગનભાઈ આંબાભાઈ મેણીયાની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પોલીસે કાકા ભત્રીજા સામે કાર્યવાહી પણ હાથ ધરી છે.

હથિયાર સાથે ફોટો પાડી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ મીડિયામાં રોફ જમાવવા માટે સંજયભાઈ સવાભાઈ મેણીયા કે, જે પાંચ તલાવડા ગામે રહે છે. તેને પોતાના કાકા મગનભાઈ આંબાભાઈ મેણીયા જેમની પાસે પરવાના વાળું હથિયાર છે. તેમનું હથિયાર મેળવી ફોટો પડાવી ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. જે બાબતની જાણ ગ્રામ્ય પોલીસને થતા ગ્રામ્ય પોલીસ દ્વારા કાકા ભત્રીજાની ધરપકડ કરવામાં આવી છે.આ પણ વાંચો: મહિલા IPL માટે અમદાવાદ સહિત 5 શહેરોની ટીમ ફાઇનલ, જુઓ સંપૂર્ણ યાદી

પોલીસે કરી કાકા ભત્રીજાની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં પણ વોર્ડ નંબર 6 ના મહિલા કોર્પોરેટર દેવો બેન જાદવના પુત્ર નિલેશ જાદવનો પણ એક આ જ પ્રકારનો વિવાદિત વીડિયો વાયરલ થયો હતો. જે મામલે 48 કલાકથી પણ વધુનો સમય વીતી ગયો હોવા છતાં સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી હોય તે પ્રકારની વાત જાણવા નથી મળી.

આ પણ વાંચો: ફોનમાં છોકરા સાથે વાત કરતા માતાએ ઠપકો આપ્યો, પાંચમામાં ભણતી છોકરીએ કર્યો આપઘાત

રાજકોટ પોલીસે હાથ ધરી કાર્યવાહી

આ મામલામાં નિલેશ જાદવ પોતાના કમર પર પોતાના પિતાની પરવાના વાળી રિવોલ્વર લટકાવીને ફરતો હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર વિરુદ્ધ પોલીસ કડકાઈ દાખલ છે કે, કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે. પોલીસને રાજકીય શેહ શરમ અડી આવે છે કે કેમ? તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે. તેમજ નિલેશ જાદવના પિતાનો પરવાનો બેદરકારી દાખવવા બદલ પોલીસ કમિશનર દ્વારા રદ કરવામાં આવે છે કે કેમ તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Vimal Prajapati

First published:

Tags: Rajkot News, Rajkot police, ગુજરાતSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *