પરીક્ષા પે ચર્ચા: યુગ્મા અને દક્ષે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું

0

[ad_1]

  • બે વિદ્યાર્થીઓએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું
  • સમગ્ર દેશના 1200 જેટલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ
  • કાર્યક્રમ પ્રથમ વખત 16 ફેબ્રુઆરી 2018ના રોજ શરૂ કરાયો

ગુજરાતમાંથી દાહોદ અને અમદાવાદના વિદ્યાર્થીઓની પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પસંદગી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના બે વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી છે. ત્યારે દિલ્હીમાં પ્રધાનમંત્રી પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં દાહોદમાં ધોરણ 10માં ભણતી યુગ્મા લલિતભાઈ લબાના અને અમદાવાદમાં ધોરણ 9માં અભ્યાસ કરતા દક્ષ ભદ્રેશભાઈ પેટલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જ્યારે સરકારી સ્કૂલના શિક્ષિકા પ્રાર્થનાબેન મેહતા એક એસ્કોર્ટ ટીચર તરીકે વિદ્યાર્થીઓની સાથે ભાગ લઇ રહ્યાં છે.

સમગ્ર દેશના 1200 જેટલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતેથી પરીક્ષા પે ચર્ચા કરવામાં આવી રહી છે. છઠ્ઠી આવૃત્તિ અંતર્ગત દર વર્ષની જેમ બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકો સાથે પીએમ મોદી ચર્ચા કરી રહ્યાં છે. પીએમ મોદી સમગ્ર દેશના 1200 જેટલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યાં છે.   

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પ્રથમ વખત 16 ફેબ્રુઆરી 2018ના રોજ શરૂ કરાયો હતો
ગુજરાતના 67 વિદ્યાર્થીઓ સહિત કુલ 84 સ્પર્ધકો દિલ્લી ખાતે ચર્ચામાં જોડાયા છે. આ કાર્યક્રમ ધોરણ 6 થી 12નાં વિદ્યાર્થીઓને બતાવવા માટે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ તરફથી શાળાઓને આદેશ કરાયો છે. આ વર્ષે પરીક્ષા પે ચર્ચા અંતર્ગત કાર્યક્રમની છઠ્ઠી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ પણ દેશભરમાં કરવામાં આવી રહ્યું છે. પરીક્ષા પે ચર્ચા એ વાર્ષિક કાર્યક્રમ છે જેમાં પીએમ મોદી બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓને લગતા તણાવ અને અન્ય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની પ્રથમ આવૃત્તિ 16 ફેબ્રુઆરી 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *