Surat Corporation : સુરત પાલિકાના ઉધના ઝોનમાં કેટલાક ઉદ્યોગો દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગર દુષિત કલર યુક્ત કેમિકલ મિશ્રિત પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણીના કારણે પાલિકાના બમરોલી ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા 50 ટકા સુધીની ઘટી ગઈ છે. આ અંગે ભારે હોબાળો થયાં બાદ ઉધના ઝોન દ્વારા 200થી વધુ મિલકતો સીલ કરી છે. આ સાથે પાલિકાએ જીપીસીબીને પત્ર લખીને કેમિકલ છોડતા ઉદ્યોગો જીપીસીબીના શરતોનું પાલન કરતા નથી તેવું જણાવ્યું છે અને તેની સાથે ઉદ્યોગો દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગર દુષિત કલર યુક્ત કેમિકલ મિશ્રિત પાણી છોડતા એકમોના સેમ્પલ લેવાયા છે તેમાં નિયત પેરામિટરની મર્યાદા જણાતી ન હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામા આવ્યો છે.
સુરત મહાનગરપાલિકા અને જીપીસીબીના આંખ આડા કાન કરવાની નીતિના કારણે ફરીથી સુરતના કેટલાક ઉદ્યોગો દ્વારા પાલિકાની ડ્રેનેજમાં કેમિકલ યુક્ત પાણી છોડી રહ્યાં છે.