ઈકો કારમાં વિલાયતી દારૂ લઈ જતાં બે શખ્સ ઝડપાયા

0

[ad_1]

Updated: Jan 13th, 2023


– તણસા હાઈવે પરથી પોલીસે પકડી પાડયાં

– ભાવનગર અને હાથબના શખ્સ પાસેથી દારૂની 24 બોટલ અને કાર કબજે લેવાઈ

ભાવનગર: ઘોઘાથી તણસા હાઈવે રોડ પર ઈકો કારમાં વિદેશી દારૂ લઈને જતા ભાવનગર અને હાથબના બે શખ્સને પોલીસે પકડી પાડયા હતા.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘાના વાવડી ગામ તરફથી એક ઈકો કારમાં વિદેશી દારૂ ભરીને બે શખ્સ પસાર થઈ રહ્યા હોવાની બાતમીના આધારે ઘોઘા પોલીસે ગુરૂવારે રાત્રિના સમયે ઘોઘા-તણસા હાઈવે પર આવેલ હનુમાનજી મંદિર પાસે વોચ ગોઠવી ઈકો કારને રોકી તલાશી લેતા તેમાંથી અંગ્રેજી દારૂની 24 બોટલ મળી આવી હતી. જે દારૂની બોટલો અને ઈકો સાથે પોલીસે કારચાલક કનકસિંહ ગગુભા ગોહિલ (રહે, મિલેટ્રી સોસાયટી પાછળ, દેસાઈનગર, પ્લોટ નં.૬૮, ભાવનગર) અને બાજુમાં બેઠેલો મહેશ સવજીભાઈ જેઠવા (રહે, ચુડાસમા વાડી વિસ્તાર, હાથબ) નામના બે શખ્સને ઝડપી લઈ પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *