સરથાણાની હોટલ માલિક સહિત બે જણા પિસ્ટલ અને 5 કાર્ટીસ પકડાયા

0

[ad_1]

Updated: Jan 22nd, 2023


– એસઓજીએ કારમાં જઇ રહેલા યુવાનને પકડીને ચેક કરતા પિસ્ટલ મળીઃ લોકોમાં દેખાડો કરી ભય ઉભો કરવા ગેરકાયદે પિસ્ટલ રાખનાર હોટલ માલિકની પણ ધરપકડ

સુરત
સરથાણા ચાર રસ્તા સ્થિત રાજહંસ સ્વપ્ન એપાર્ટમેન્ટના ગેટ પાસેથી કારમાં જઇ રહેલા યુવાનને પિસ્ટલ અને પાંચ નંગ જીવતા કાર્ટીસ સાથે એકને એસઓજીએ ઝડપી પાડયો હતો. જયારે ગેરકાયદે પિસ્ટલ રાખનાર સરથાણાની વ્હાઇટ હાઉસ હોટલના માલિકની પણ પોલીસે ધરપકડ કરી છે.
સુરત એસઓજીને મળેલી બાતમીના આધારે સરથાણા ચાર રસ્તા સ્થિત રાજહંસ સ્વપ્ન એપાર્ટમેન્ટના મેઇન ગેટ નજીક કારમાં જઇ રહેલા જસ્મીન વ્રજલાલ ફાચરા (ઉ.વ. 21 રહે. 73 વર્ષા સોસાયટી, માતાવાડી, એલ.એચ. રોડ, વરાછા અને મૂળ. ઉમેદપરા, તા. ગીર ગઢડા, જિ. ગીર સોમનાથ) ને ઝડપી પાડી તેની પાસેથી પિસ્ટલ અને 5 નંગ જીવતા કાર્ટીસ કબ્જે લીધા હતા. પોલીસે પિસ્ટલ, કાર્ટીજ અને કાર મળી કુલ રૂ. 5.65 હજારનો મુદ્દામાલ કબ્જે લઇ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં સરથાણાના બ્લ્યુ પોઇન્ટ કોમ્પ્લેક્ષમાં આવેલી વ્હાઇટ હાઉસ (ઓયો) હોટલના માલિકે પાર્થ ઉર્ફે ભાણો સારોલાએ પિસ્ટલ અને કાર્ટીસ રાખવા આપ્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી એસઓજીએ જસ્મીન વિરૂધ્ધ સરથાણા પોલીસમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. જસ્મીનની પૂછપરછના આધારે પોલીસે વ્હાઇટ હાઉસ હોટલના માલિક પાર્થ ઉર્ફે ભાણો મુકેશ સારોલા (રહે. વર્ષા સોસાયટી, માતાવાડી, એલ.એચ. રોડ, વરાછા) ની પણ ધરપકડ કરી છે. પાર્થની પૂછપરછમાં પિસ્ટલ લઇ હરવા ફરવાનો શોખ હોવાથી ગેરકાયદેસર ખરીદી હતી અને જસ્મીન તેની સાથે ડ્રાઇવીંગ કામ કરતો હોવાની કબૂલાત કરી છે

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *