દિવાળીપુરાના એક જ પરિવારના બે સભ્યો પોઝિટિવ

0

[ad_1]

ચોવીસ કલાકમાં કોરોનાના નવા બે કેસ નોંધાયા

Updated: Jan 17th, 2023

 વડોદરા,ચોવીસ કલાક દરમિયાન શહેરમાં કોરોનાના નવા બે કેસ નોંધાયા છે.આ બંને કેસ એક જ પરિવારમાંથી આવ્યા છે.જેથી,પરિવારના અન્ય સભ્યોને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

કોર્પોરેશનની ટીમ દ્વારા શહેરના અલગ – અલગ વિસ્તારમાં રહેતા કુલ ૪૮૫ લોકોના સેમ્પલ કોરોના ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા.જે પૈકી  દિવાળીપુરાના એક જ  પરિવારના બે સભ્યોનો રિપોર્ટ  પોઝિટિવ આવ્યા છે.કોરોનાની સારવાર લેતા એક દર્દીની તબિયત સુધરતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા પાંચ છે.તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.એકપણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી.શહેરમાં કુલ આઠ લોકોને ક્વોરન્ટાઇન  કરવામાં આવ્યા છે.પોઝિટિવ આવેલા બે દર્દીઓની કોઇ ટ્રાવેલિંગ હીસ્ટ્રી નથી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *