કોસંબા પાસે કાર ચાલકને બચાવવા ડમ્પરે બ્રેક મારી તો પાછળ લક્ઝરી અથડાઈ, બેના ઘટના સ્થળે મોત

0

[ad_1]

પોલીસે 108ની ત્રણ ટીમોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા

Updated: Jan 28th, 2023

સુરત 28 જાન્યુઆરી 2023 શનિવાર

ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. દિવસે દિવસે વધી રહેલા અકસ્માતોને કારણે મોતના આંકડા પણ વધી રહ્યાં છે. હાઈવે પર ઓવર સ્પીડને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી બેસે છે. સુરત જિલ્લાના કોસંબા નજીક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કારને બચાવવા ડમ્પર ચાલકે બ્રેક મારી તો પાછળથી આવતા બસ ચાલકે ધડાકાભેર બસને ડમ્પરના પાછળના ભાગે ટક્કર મારી દીધી હતી. આ અકસ્માત એટલી હદે ગંભીર હતો કે જેસીબીની મદદ લઈને લાશો બહાર કાઢવી પડી હતી. આ ઘટનામાં બેના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં.

બેનાં સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત જિલ્લાના કોસંબા નજીક નેશનલ હાઇવે પર પસાર થતા ડમ્પરનાં પાછળના ભાગે ધડાકાભેર લકઝરી બસ અથડાતા બેનાં સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે 4 ઇજાગ્રસ્તોને 108ની મદદથી તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ડમ્પરની આગળ ચાલી રહેલા કારનાં ચાલકે હાઈવે પર અચાનક બ્રેક મારતા ડમ્પર ચાલકે પણ બ્રેક મારી હતી. ત્યારે હાઇવે પર પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી લકઝરી બસ ડમ્પરની પાછળ જ હતી. જેના કારણે ડમ્પર ચાલકે એકદમથી બ્રેક મારતા બસ ચાલક બ્રેક ન મારી શક્યોને બસ ધડાકાભેર ડમ્પરના પાછળના ભાગે અથડાઈ હતી.

ડ્રાઈવર તરફના ભાગની લકઝરી બસનો ફૂરચો બોલ્યો
અકસ્માતમાં ડ્રાઇવર અને અન્ય એક પુરુષ મુસાફરનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. અકસ્માતમાં ડ્રાઈવર તરફના ભાગની લકઝરી બસનો ફૂરચો બોલી ગયો હતો. જેથી બસમાંથી લોકોના મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેન બોલાવાની ફરજ પડી હતી અને બસના પતરા ખેંચીને લાશો બહાર કાઢવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઇજાગ્રસ્તોને લકઝરીમાંથી બહાર કાઢી 108ની 3 જેટલી ટીમોની મદદ લઇ કામરેજની દિનબંધુ અને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. હાલ બંને મરનારનાં મૃતદેહનો કબ્જો લઈ કોસંબા પોલીસે પી.એમ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *