સરકારી કર્મચારીઓ માટે આ બજેટમાં લેવાશે બે મોટા નિર્ણય! ઘર બનાવવા માટે વધુ પૈસા મળશે

0


Updated: Jan 23rd, 2023

નવી દિલ્હી,તા.23 જાન્યુઆરી 2023,સોમવાર

બજેટ 2023માં નાણામંત્રી નિર્મલા સીતારમણ કર્મચારીઓના પગારના ફિટમેન્ટ ફેક્ટરને બજેટમાં બદલવાની જાહેરાત કરી શકે છે. આ સાથે જ હાઉસ બિલ્ડિંગ એલાઉન્સ એડવાન્સ પણ 25થી વધારીને 30 લાખ રૂપિયા કરી શકાય છે. ૨૦૨૪ ની સામાન્ય ચૂંટણીઓ પહેલા નરેન્દ્ર મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકારી કર્મચારીઓને લલચાવવા માટે ઘણી જાહેરાતો થઈ શકે છે.

એક રિપોર્ટ અનુસાર 7માં પગાર પંચ હેઠળ પગારમાં સુધારા અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. સૂત્રો કહે છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર સુધારણા આગામી પગારપંચમાં ફિટમેન્ટ ફેક્ટર દ્વારા કરી શકાય છે. સરકારનું માનવું છે કે સરકારી કર્મચારીઓનો પગાર દર 10 વર્ષના બદલે દર વર્ષે વધારવો જોઈએ. આનાથી નીચલા હોદ્દા પરના કર્મચારીઓને ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ જેટલો જ પગાર મેળવવાનો માર્ગ મોકળો થશે.

દર વર્ષે કર્મચારીઓની સેલેરી વધારવાનો વિચાર પૂર્વ નાણામંત્રી સ્વ.અરુણ જેટલીનો છે. 2016માં  સાતમા પગાર પંચને મંજૂરી આપતી વખતે જેટલીએ કહ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે દર વર્ષે કર્મચારીઓનો પગાર વધારવાનો સમય આવી ગયો છે. તેનાથી જૂનિયર લેવલના કર્મચારીઓને ફાયદો થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 8માં પગાર પંચની રચનામાં હવે એક વર્ષ બાકી છે. આવી સ્થિતિમાં સરકાર બજેટમાં કર્મચારીઓના પગાર સુધારણા માટે નવી ફોર્મ્યુલા રજૂ કરી શકે છે. દર વર્ષે પગાર વધારાની વ્યવસ્થા આગામી બજેટથી જ લાગુ કરવી જોઈએ.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *